તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય પોલીસ વડાના હસ્તે 110 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને DGP પ્રશંસા મેડલ એનાયત થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
DGP શિવાનંદ ઝાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
DGP શિવાનંદ ઝાની ફાઇલ તસવીર.
 • ડી.જી.પી. પ્રશંસા મેડલ એનાયત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત સાતમું રાજ્ય બનશે

ગાંધીનગર: ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગુજરાત રાજ્યના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે ગુજરાત પોલીસના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓને (IPS થી પોલીસ કોન્સ્ટેબલ) તેઓની સરાહનીય, પ્રશંસનીય કામગીરી બદલ DGP ' s Commendation Disc (ડી.જી.પી. પ્રશંસા મેડલ) એનાયત કરવામાં આવશે. 
નિયત કરેલ માપદંડ આધારે શહેર, જિલ્લા , એ . ટી . એસ . , કોસ્ટલ સીકયુરીટી , સી . આઇ . ડી . આઇ . બી . , સી . આઇ . ડી . ક્રાઇમ અને રેલ્વેઝ , હથિયારી એકમો , ટેકનિકલ સર્વીસ અને એસ . સી . આર . બી . , તાલીમ વિભાગ , એસ . ટી . બી . વિભાગના મળી કુલ - 110 યોગ્યતા ધરાવતા તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓને DGP ' s Commendation Dise એનાયત કરવામાં આવશે.
નોટીફીકેશન મુજબ તમામ વિભાગ તરફથી વિગતવારની દરખાસ્ત તૈયાર કરી આગામી 23 માર્ચ સુધીમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે, જે પૈકી નિયત કરેલ કમિટિ નક્કી કરેલ માપદંડ મુજબ યોગ્યતા ધરાવતા પોલીસ અધિકારીઓને પ્રથમવાર માટે એપ્રિલ-2020માં DSP શિવાનંદ ઝાના હસ્તે આ મેડલ  એનાયત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે  ડી.જી.પી. પ્રશંસા મેડલ એનાયત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત સાતમું રાજ્ય બનશે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો