તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 100 વર્ષ પૂર્ણ, AMCના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • IPS, IAS, ડૉક્ટર, વકીલ, રાજકીય, સામાજિક કાર્યકર અને CA સહિતના લોકોનું સન્માન
 • ટાઉનહોલમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેઓનું સન્માન કર્યું

અમદાવાદ: નગર પ્રાથમિક સમિતિ અમદાવાદના 100 વર્ષ પૂર્ણ થતાં મ્યુનિસિપલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ રાજકીય, સામાજિક IAS, IPS, ડોકટર, પત્રકાર, વકીલ, CA સહિતના હોદ્દાઓ પર રહી અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ગૌરવ અપાવ્યું છે તેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટાઉનહોલમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેઓનું સન્માન કર્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના અધિક સચિવ અને IAS પુનમચંદ પરમાર, પૂર્વ IPS એસ.એસ. ખંડવાવાલા લ, પૂર્વ મેયર અમિત શાહ, સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. જગદીશ ભાવસાર સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રનું સર્વોચ્ચ નેતૃત્વ પુરું પાડે તેવી શુભકામના: પ્રદીપસિંહ જાડેજા
સ્કૂલ બોર્ડના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 100 વર્ષ પૂરા થયા છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જે રાજ્ય અને રાષ્ટ્રમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવી છે. તે તમામ વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મ્યુનિસિપ શાળાના વિદ્યાર્થીઓ આપણા રાજ્ય અને રાષ્ટ્રનું સર્વોચ્ચ નેતૃત્વ પુરુ પાડે અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ હાસલ કરે તેવી શુભકામના. ટેક્નોલોજિકલ અને ભૌતિક સુવિધાઓના માધ્યમથી એમા ઘણો વધારો કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મોટું બજેટ પણ ખર્ચ કરી રહી છે. અને આગામી દિવસોમાં આ બધી સુવિધા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને વધુ સજ્જ કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો