તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર પેપર્સના માલિકને ચેક રિટર્નના કેસમાં 1 વર્ષની કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફરિયાદીને 5 લાખ વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

અમદાવાદ: એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ લિ. કંપનીને માલ ખરીદી પેટે આપેલા રૂ.5 લાખના ચેક રિટર્નના કેસમાં સ્ટાર પેપર્સના માલિક રઘુનાથ પી.બેનરજીને એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પી.બી. પટેલે દોષિત ઠરાવી 1 વર્ષની સજા અને રૂ. 5 લાખ ફરિયાદીને વળતર ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. 
સૌરભ રતીલાલ પટેલ એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ લિ.ના નામે ધંધો કરે છે અને તેમની પાસેથી સ્ટાર પેપરના માલિક રઘુનાથ બેનર્જીએ 1 મે, 2015થી 26 ડિસેમ્બર 2015 દરમિયાન રૂ. 38 લાખનો માલ ખરીદ્યો હતો, જે પેટે તેમણે રૂ.5 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક ફરિયાદ સૌરભ પટેલે બેંકમાં ભરતા પરત ફર્યો હતો. 
ફરિયાદીએ એડવોકેટ ધર્મવીર ગોસાઇ મારફતે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં 8 દસ્તાવેજો તપાસી એડવોકેટ ગોલાઇએ રજૂઆત કરી હતી કે, આરોપીએ માલની લેવડ-દેવડનો ઇનકાર કર્યો નથી. ઊલટાનું નોટિસના જવાબમાં તેઓ ફરિયાદી પાસેથી માલ લેતા હોવાનું અને તે અંગે હિસાબી તકરારની હકીકત જણાવેલી છે. 
ફરિયાદીનું કાયદેસરનું લેણું હતું જે સાબિત થાય છે, જેથી સમાજમાં આવા ગુનાઓ બનતા અટકે તે માટે આરોપીને સજા કરવી જોઇએ. બન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઉપરોકત હુકમ કર્યો હતો.