તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TDO વિકાસના કામોમાં ટકાવારી માંગતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતને તાળાબંધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • તા.પં. પ્રમુખની મુખ્ય મંત્રીને લેખીત ફરિયાદ
 • પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સદસ્યોના આક્ષેપથી ખળભળાટ : બપોરે 2:15 કલાકે બંધ થયેલી કચેરીના સાંજે 4:45 કલાકે તાળાં ખુલ્યાં

લીમખેડા: લીમખેડાના TDO દરેક વિકાસ કાર્યોમાં વધારે પડતી ટકાવારીનો આગ્રહ રાખતા હોવાના આક્ષેપ સાથે લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ગુરુવારે લીમખેડામાં મુખ્યમંત્રીને રૂબરૂમાં લેખિત ફરિયાદ પાઠવી હતી. તેમજ બપોરે તાલુકા પંચાયત કચેરી ને તાળાબંધી કરી દીધી હતી.બપોરે 2.15 વાગ્યે તાળાબંધી કરાયેલી તાલુકા પંચાયત કચેરીને TDO દ્વારા સાંજના 4.45 વાગ્યે ખોલવામાં આવી હતી. લીમખેડા તાલુકામાં ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા ચાલતી વિવિધ વિકાસ કાર્યોની મહત્તમ યોજનાઓ અમલીકરણ છે. 

લીમખેડા ટીડીઓ દ્વારા આ યોજનાઓમાં  ભ્રષ્ટાચાર કરવા માટે દરેક વિકાસ કાર્યોમાં ટકાવારીની માંગણી કરતા હોવાનો આક્ષેપ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા સદસ્યોએ કર્યો હતો. તેમજ ટીડીઓના વર્તનથી તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચોમાં ભારે નારાજગી સાથે આક્રોશ ફેલાયો હતો. ત્યારે દાહોદ જિલ્લાના અંતેલા મુકામે સેવાસેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાના પ્રારંભે ઉપસ્થિત રહેવા માટે લીમખેડા હેલીપેડ ઉપર આવેલા  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન ભાભોરે સ્વાગત કર્યા બાદ લીમખેડા TDO સી.ડી.ભગોરા દરેક વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર સ્વરૂપે ટકાવારીની માંગણી કરતા હોવાની લેખિત ફરિયાદ કરી હતી. ત્યારબાદ લીમખેડા તા.પં.ના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ ન્યાય સમિતિના ચેરમેન તાલુકા ભાજપ પ્રમુખ સહિતના અનેક હોદ્દેદારોએ બપોરે 2.15 કલાકે લીમખેડા તાલુકા પંચાયતના કર્મચારીઓને કચેરી માંથી બહાર કાઢી તાલુકા પંચાયતના તમામ દરવાજાઓને મારી દીધા હતા. જેથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. જોકે સાંજે 4.45 કલાકે ટીડીઓ સી.ડી.ભગોરા તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા તાલુકા પંચાયત કચેરી ખોલી રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવી હતી.
પતિને મારી ચેમ્બરમાં કેમ લાવો છો તેવું TDO કહે છે
હું કોઈપણ વિકાસકાર્યોની રજૂઆત કરવા માટે TDO ની ચેમ્બરમાં મારા પતિ સાથે જાઉં ત્યારે તેઓ મને તમે તમારા પતિને કેમ તમારી સાથે લાવો છો તેવું કહી ધમકી આપે છે. ગ્રામ પંચાયતના વિકાસકાર્યોના નાણાં ત્રણ ટકા ટકાવારી મળશે તો જ છુટા થશે તેવુ બેફામ જણાવે છે. - લતાબેન ભાભોર,તા.પં.પ્રમુખ, લીમખેડા

કમિટી ભ્રષ્ટાચાર થવા દેવા માંગતી નથી
લીમખેડાના TDO સરપંચો પાસેથી વિકાસ કાર્યો માટે ટકાવારી માંગી ભ્રષ્ટાચાર આચરવા માંગે છે.છેલ્લા એક માસથી નાણા બિલ પણ છૂટા કરતા નથી. અમારી તાલુકા પંચાયત કમિટી ટકાવારી સ્વરૂપે ભ્રષ્ટાચાર આચરવા માટે સંમત નથી માટે તાલુકા પંચાયત કચેરીમાં તાળાબંધી કરી છે. >સરતનભાઇ ડામોર, ઉપપ્રમુખ તા.પં. લીમખેડા.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો