તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીમખેડામાં કુલ્ફી આઈસક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈ. મામલતદારની ટીમ દ્વારા ફેક્ટરી સીલ
  • 2 હજાર કુલ્ફી સહિતની સામગ્રી જપ્ત કરી

લીમખેડા: લીમખેડાના દાહોદ રોડ સ્થિત ગેરકાયદેસર રીતે આઈસક્રીમ તથા કુલ્ફી બનાવવાની ફેક્ટરી ઉપર લીમખેડા મામલતદાર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફેક્ટરીમાંથી અખાદ્ય એવી 2000 જેટલી કુલ્ફી મળી આવતા ઈન્ચાર્જ મામલતદાર ટીમ દ્વારા હજારો રૂપિયાની સામગ્રી જપ્ત કરી ફેકટરી સીલ કરવામાં આવી છે.
લીમખેડા દાહોદ રોડ ઉપર ચતુર ચુનીયાભાઈ બારીયાના મકાનમાં પરપ્રાંતીય ફારુખખાન નામનો ઈસમ કોઈપણ જાતની મંજૂરી પરવાનગી વિના ગેરકાયદેસર રીતે કુલ્ફી તથા આઇસ્ક્રીમ બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. આ બાબતની જાણ લીમખેડાના ઈન્ચાર્જ મામલતદાર ઘનશ્યામભાઈ પટેલને થતાં તેઓએ નાયબ મામલતદાર ઉમેશ ગોહિલ તથા સ્ટાફની ટીમ બનાવી ફેક્ટરી ઉપર દરોડો પાડ્યો હતો. ફેક્ટરીમાંથી અખાદ્ય જણાતી જુદાજુદા ફ્લેવર વાળી 2 હજાર જેટલી કૂલ્ફીનો જથ્થો મળી આવ્યો હતો. લીમખેડા મામલતદાર ટીમ દ્વારા ત્રણ ડીપ ફ્રીઝર સહિત હજારો રૂપિયાની સામગ્રી જપ્ત કરી ફેક્ટરીને સીલ મારી દેવામાં આવી હતી. 

આ મુદ્દે સંબંધિત વિભાગોને રિપોર્ટ કરવામાં આવશે
 લીમખેડામાં કોઈપણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર આઈસ્ક્રીમ કુલ્ફી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.ફેક્ટરીમાં પ્રથમ દર્શનીય અખાદ્ય કુલ્ફી તથા સામગ્રી જણાઈ આવી હતી.આ બાબતે સંબંધિત વિભાગને રિપોર્ટ કરી ફેક્ટરી માલિક તથા મકાન માલિક વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. -ઘનશ્યામ પટેલ, ઈન્ચાર્જ મામલતદાર, લીમખેડા.

અન્ય સમાચારો પણ છે...