તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણની ખરીદી માટે આવેલા 3 ભાઇઓને ટ્રકે બાઇકને 20 ફૂટ ઘસડતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણની ખરીદી માટે દાહોદ આવતાં અકસ્માત નડ્યો : ત્રણેનાં અંગોના ફુરચા થયા
  • બાઇક સાથે ટ્રકે ટેમ્પોને પણ ટક્કર મારતાં ટેમ્પો રોડની સાઇડમાં ઉતરી ગયો
  • કાળીમહુડી પાસેં બે સગા અને એક પિતરાઇ ભાઇનાં મોતથી દેપાડામાં માતમ
  • ત્રણ ભાઇઓમાં એક આઇટીઆઇમાં જ્યારે બે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા

ઝાલોદ: ઝાલોદ તાલુકાનાં કાળી મહુડી ગામ પાસે ટ્રક-ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત થતાં દેપાડાના ત્રણ ભાઇઓના મોત નિપજ્યાં હતા. દેપાડાના 19 વર્ષિય આશિષ મનુભાઈ પરમાર,13 વર્ષિય જયેશ મનુભાઈ પરમાર અને 12 વર્ષિય પિતરાઇ ભાઈ મયુર સુરેશ પરમાર દાહોદ ઉતરાયણની ખરીદી માટે આવી રહ્યા હતાં. તે સમયે  ઝાલોદ તરફ આવતી પુરપાટ ટ્રકે કાળીમહુડી ગામે ટેમ્પાને અડફેટમાં લેતા અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટેમ્પાને ટક્કર વાગતા રોડની બાજુમાં ઉતરી પડ્યો હતો. આ સાથે રસ્તા નજીક બાઇક લઇને ઉભેલા ત્રણે ભાઇઓને પણ અડફેટમાં લઇને બાઇક સાથે 20 ફુટ સુધી ધસડ્યા હતાં. ઝાલોદ આઇટીઆઇમાં અભ્યાસ કરતાં આશિષ, લીમડી કુમાર શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં જયેશ અને ધાનપુરની એકલવ્ય મોડેલ શાળાના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં પિતરાઇ ભાઇ મયુરના ઘટના સ્થળે જ મોત થયા હતાં. ત્રણે મોત નિપજતા શોક છવાયો હતો.લીમડી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

માર્ગ સલામતી સપ્તાહ સાથે જ ગોઝારી ઘટના
તા.11 જાન્યુ.થી માર્ગ સલામતી સપ્તાહના શુભારંભના આદેશ સાથે જ દાહોદ જિલ્લામાં પણ તેનો આરંભ થયો છે. ત્યારે એ જ દિવસે એકસાથે ત્રણ યુવાનોના આ રીતે કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. માર્ગ સલામતી સપ્તાહ 31-31 વર્ષોથી વિવિધ લેક્ચરો કે દીપ પ્રાગટ્ય દ્વારા ઉજવાય છે તે બદલે ઉદ્દ્ઘાટનના કોઈ સમારોહ વિના જ માર્ગ સલામતી સંદર્ભે પાયાની સમજ બચપણથી જ આવે તેવો અભિગમ દાખવાય તે અગત્ત્યનું છે. ઉત્તરાયણ નજીકમાં જ છે ત્યારે મનમાં કેટલાય ઉમંગો લઈને આ યુવાનો આવતા કે જતા હશે ત્યારે અકાળે ઘરના દીવડાઓનું મૃત્યુ નીપજે તે બાબતે સ્વજનો કાજે ખરેખર ખુબ કરુણ બની રહે છે.

ઉત્તરાયણ કરવા આજે જ ઘરે આવ્યો હતો
ધાનપુર એકલવ્ય મોડેલ શાળામાં અભ્યાસ કરતો મયુર ઉતરાયણ કરવા માટે શનિવારે રજા લઇને ઘરે આવ્યો હતો. તે આવતાં પિતરાઇ ભાઇઓએ ઉતરાયની ખરીદી માટેનો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉતરાયણમાં પતંગ ચગાવવાની આશાઓ તેમની સાથે જ જતી રહી હતી.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો