સંખેડા / ચૂંટણી જાબુઆ(મ.પ્ર)માં, ધમધમાટ ગુજરાતમાં

Election in Jabua (MP), Dhammamat Gujarat

  • નોકરી અર્થે બહાર ગયેલા મતદારોને પરત લાવવા જાબુઆથી 8 ટીમોને વડોદરા સહિત ગુજરાતના અન્ય શહેરોમાં રવાના કરાઇ
  • નોકરી કરતા હોય તે સંસ્થાના માલિકોને રજા આપવા માટે સમજાવવા પ્રયાસ કરાશે

Divyabhaskar.com

Oct 13, 2019, 08:32 AM IST

સંખેડા: ગુજરાતની પડોશમાં આવેલા મધ્યપ્રદેશની જાબુઆ-અલીરાજપુર વિધાનસભા મતક્ષેત્રની પેટાચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે આ વિધાનસભા ક્ષેત્રના આશરે 25000 જેટલા મતદારો જે ગુજરાતના વડોદરા સહિત જુદાજુદા શહેરોમાં મજૂરી અર્થે આવેલા છે. તેમને મતદાન માટે પ્રેરિત કરવા માટે જાબુઆથી આઠ જેટલી ટીમો વડોદરા તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ફરી રહી છે.

જ્યારે ગુજરાત અને સરહદી રાજ્યોમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ યોજાય છે. ત્યારે રાજકીય પક્ષો એકબીજાને મદદ કરવા માટે પ્રચાર અર્થે પહોંચી જાય છે. પણ આ સરહદી વિસ્તારના અનેક લોકો રોજગારી અર્થે ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં આવતા હોય છે. જેઓને મતદાન માટે પ્રેરીત કરવા તેમજ તેઓ જે સ્થળે નોકરી કરતા હોય ત્યાંના માલિકો પણ આ શ્રમિકોને એક દિવસની મતદાન અર્થે રજા આપે એ માટે સમજાવવા માટે જાબુઆથી આઠ જેટલી ટીમો ત્યાંના કલેક્ટરે ગુજરાતમાં રવાના કરાઇ છે.

આ બાબતે વધુમાં જાબુઆના સૂત્રોએ જણાવ્યું હતું કે જાબુઆ મતક્ષેત્રમાંથી આશરે 25000 જેટલા મતદારો ગુજરાત રાજ્યમાં વડોદરા, દાહોદ, રાજકોટ, અમદાવાદ, ગોધરા, મોરબી જેવા શહેરોમાં નોકરી-ધંધા રોજગારી અર્થે ગયાં છે. અહિયાના કલેક્ટરે કુલ આઠ જેટલી ટીમો બનાવી છે. જે ટીમો આ શહેરોમાં ફરીને ત્યાં જ્યાં આ મતદારો નોકરી-ધંધો-વ્યવસાય કરે છે. તેમના માલિકોને મળીને આ શ્રમિકોને મતદાનના દિવસે સવેતન રજા આપવા સમજાવશે. છેલ્લા ચારેક દિવસથી આ રીતે ટીમો ગુજરાતમાં ફરી રહી છે. કુલ આશરે 25000 જેટલા મતદારો ગુજરાતમાં છે. જે વિધાનસભાના પરિણામ ઉપર અસર લાવી શકે એમ છે. જેથી આ મતદારોને મતદાન કરવા માટે લાવવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે.

X
Election in Jabua (MP), Dhammamat Gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી