તા.માં કપાસની આવકમાં ગત વર્ષ કરતાં 43562 ક્વિન્ટલનો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે તા.10 ફેબ્રુઆરી સુધી સંખેડા APMCમાં કપાસની આવક 415215.79 ક્વિન્ટલ હતી
  • છેલ્લા 10 દિવસમાં 84667 ક્વિન્ટલ જેટલી કપાસની આવક થઇ ગઇ છે

સંખેડા: સંખેડા તાલુકામાં કપાસની આવક ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ 43562 ક્વિન્ટલ વધારે આવ્યો છે. છેલ્લા દશ દિવસમાં 84667 ક્વિન્ટલ કપાસની આવક થઇ છે.કપાસની આવક સતત વધી રહી છે.આજે પણ કપાસના સાધનોની આવક વધી જતા રસ્તા ઉપર લાંબી લાંબી કતારો જોવા મળી.
સંખેડા તાલુકામાં કપાસની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.સંખેડા એપીએમસીના બહાદરપુર અને ગામડી સેંટર ઉપર આજે સવારથી જ કપાસના સાધનોની આવક વધી રહી હતી.બહાદરપુર સબયાર્ડ ખાતે તો સબયાર્ડથી આશરે બાયપાસ રોડ ઉપર નર્મદા નિગમની ઓફિસ સુધી જવાના રસ્તા સુધી કપાસના સાધનોની કતારો જામેલી જોવા મળી હતી.કપાસના સાધનોની આવી જ આવક ગામડી સેંટર ઉપર પણ જોવા મળી હતી.કપાસના સાધનોની આવક વધી જતા ટ્રાફિક સમસ્યા સર્જાય નહી એ માટે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનોને બહાદરપુર બાયપાસ ઉપર બંદોબસ્ત માટે મુકવામાં આવ્યા હતા. સંખેડા એપીએમસીમાં આ વરસે કપાસની આવક ગયા વરસની સરખામણીમાં આ વરસે નોંધપાત્ર વધી છે.સંખેડા એપીએમસીમાં માત્ર સંખેડા તાલુકાના જ નહી પણ અન્ય તાલુકાના ખેડૂતો પણ કપાસ વેચવા માટે આવે છે.અહિયા સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી ટેકાના ભાવે કરી રહી છે.જેથી ખેડુતોને ટેકાના ક્વિન્ટલનાં 5500 રૂપિયાના ભાવો મળી રહ્યા છે.

ગયા વરસ કરતાં આ વર્ષે 43562.46 ક્વિન્ટલ જેટલો વધુ કપાસ ખરીદાયો
સંખેડા એપીએમસીમાં કપાસની ગયા વરસે તા.10 ફેબ્રુઆરી સુધીની કુલ આવક 415215.79 ક્વિન્ટલ હતી. આજ સમયગાળા દરમિયાન આ વરસે કપાસની આવક 458778.55 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઇ છે. ગયા વરસની સરખામણીમાં આ વરસે 43562.46 ક્વિન્ટલ કપાસ વધુ ખરીદાયો છે.

કપાસની ખરીદી માટે સેન્ટરોના વારા કર્યા
સંખેડા તાલુકામાં કપાસની આવક વધી જતા એપીએમસીના ડિરેક્ટરોએ કપાસની ખરીદી માટે ચારેય સેંટર ઉપર વારા રાખ્યા છે. અમુક વારે અમુક સેંટર ઉપર કપાસની ખરીદી કરાય છે.જેથી અવ્યવસ્થા સર્જાય નહી.

અન્ય સમાચારો પણ છે...