તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસુમ પાટીયા ત્રણ રસ્તા પાસે દારૂ ભરેલી કાર ઝડપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 35 હજારના દારૂ સાથે 80440નો મુદ્દામાલ જપ્ત

સંખેડા: છોટાઉદેપુર જિલ્લાના કોસુમ પાટીયા ત્રણ રસ્તા પાસેથી કરાલી પોલીસે દારૂ ભરેલી ફ્રંટી કાર ઝડપી દારૂની 152 બોટલ ઝડપી હતી. જેની કિંમત 35440 રૂપિયાના દારૂ સાથે કુલ 80440 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો અને ખેપિયો નાસી છૂટ્યો હતો.

કુલ 96 ક્વાટરીયા અને 56 હોલ મળીને કુલ 152 નંગ બોટલો મળી આવી
કરાલી પોલીસ મથકના ભીંડોલ ગામ પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક ફ્રંટી કાર પોલીસની ગાડી જોઇ નાસવા લાગતા પોલીસે તેનો પીછો પકડ્યો હતો. કાર ચાલક કોસુમ પાટીયા ત્રણ રસ્તા પાસે કાર મુકી નાસી જતા પોલીસે કારમાંંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેને ગણતા કુલ 96 ક્વાટરીયા અને 56 હોલ મળીને કુલ 152 નંગ બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂની કિમત 35440 રૂપિયાની હતી. તેમજ ફ્રંટી કારની કિમત 45000 મળીને કુલ 80440 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...