તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાવી જેતપુર: પાવીજેતપુરના ઈંટવાડા મુકામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો ભરાય છે. જેમાં તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાની મજા માણવા માટે આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
પૂર્વપટ્ટી વિસ્તારના આદીવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે. તેમાં પણ પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે. તેથી હોળી બાદ પાંચમના દિવસે ભરાતા આ મેળામાં પાવીજેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આનંદ માણવા આદિવાસી જનમેદની ઉમટી પડી હતી. પાવી જેતપુરથી બે કિલોમીટર જેટલા અંતરે આવેલા ઇંટવાડા મેદાનમાં પાંચમનો મેળો ભરાતો હોય છે. જ્યાં ચગડોળ, ચકરડી, સર્કસ, ડાન્સ તેમજ આ વર્ષે મોતના કૂવાએ એક આગવું આકર્ષણ ઉભું કર્યું હતું. સાથે સાથે વેપારીઓ આગલી રાત્રેથી આવી પહોંચી પોતાની જગ્યાઓ લઈ લે છે. સવારથી જનતા મેળામાં જતી નજરે પડતી હતી. જ્યારે બપોરના સમયે તો મેળાના સ્થાને માનવ મહેરામણનું કીડીયારું ઊભરાયું હોય તેમ લાગતું હતું.
યુવાધન પોતાના હાથો ઉપર દિલ તેમજ પોતાના તથા પોતાના પ્રિય પાત્રના નામો છૂંદના દ્વારા લખાવતા નજરે પડતા હતા. મેળામાં સળગતી ચુલના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી આદિવાસીઓએ પોતાની માનતાઓ, બાધાઓ પૂર્ણ કરી હતી. બપોરના સમયે કેટલાક ઘેરૈયા પુરુષોએ સ્ત્રીઓનો વેશ ધારણ કરી તીરકામઠા, રામ ઢોલ સાથે મેળામાં આવી પહોંચતા આદિવાસીઓ આનંદમાં આવી ચિચિયારીઓ પાડી હતી. સાંજના સમયે ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. આમ પાવીજેતપુરમાં ઇંટવાડા મુકામે પાંચમનો મેળો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભરાયો હતો. જેમાં આજુબાજુથી આદિવાસી જનમેદનીનો સેલાબ ઉમટ્યો હોય તેમ અહેસાસ થતો હતો.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.