તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સાધન સહાય અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બાળક માટે મોઘું સાધન ખરીદ કરી શકતા નથી તેવા વાલીમાં આનંદની લાગણી

નસવાડી: નસવાડી તાલુકાની અનેક શાળામાં દિવ્યાંગ બાળકો અભ્યાસ કરતા છે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોમાં રહેલી અભ્યાસ કરવાની પ્રવૃત્તિ અને તેમને પડતી મુશ્કેલી દૂર કરવા માટે દિવ્યાંગ બાળકોને દરેક રીતે મદદરૂપ થતા હોય જેના ભાગરૂપે નસવાડીમાં સર્વ શિક્ષા અભિયાન તરફથી  નસવાડી, કવાંટ તેમજ સંખેડા તાલુકાના શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ  બાળકો માટે તારીખ 17/08/2019ના રોજ ડોક્ટર દ્વારા ચેકઅપ કેમ્પમાં દિવ્યાંગોને કયા સાધનની જરૂરીયાત છે. 
 
તેવી તપાસ કરી તારીખ 10/01/2020ના રોજ નસવાડી બીઆરસી ભવન મુકામે દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 60 દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારના જરૂરીયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યા હતા. આદિવાસી કેટલાય બાળકો એવા છે. જેમને તેમના વાલીઓ આવા સાધન અપાવી શકતા નથી. કારણ કે સાધનો ખૂબ મોંઘા આવતા હોય રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોથી લઈ દરેક જ્ઞાતિના દિવ્યાંગ બાળકોને સાધન સહાયની ફાળવવડી કરતા વાલીઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમના નાના બાળકો સાધનથી પોતે પગભર બની આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી છે.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો