તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જબુગામ CHCની એમ્બ્યુલન્સ ન મળતા પ્રસૂતાને છકડામાં જવું પડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસૂતા જબુગામ CHCમાં બાળકને બતાવવા આવી હતી
  • છકડામાં જતી વેળા ઉછળકુદ થતાં મહિલાની તબિયત પુન: લથડી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો

નસવાડી: રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવામાં વધારો કરે છે. જેમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત બાળકને જન્મ થયાથી એક વર્ષ સુધી તમામ સારવાર મફત અપાય છે. છતાંય નસવાડીના પાલા ગામની પ્રસૂતા સરલા ભીલને ગત રવિવારે જબુગામ પ્રસૂતા માટે દાખલ થઈ હતી.   સોમવારે પરત ઘરે ફર્યા બાદ ફરી બુધવારના તેના બાળકને પેશાબ થતું ન હોઇ બતાવવા માટે બુધવારે ગયા હતા. સોમવાર સુધી સારવાર લીધા બાદ રજા મળતા તેઓને દવાખાનાના સ્ટાફ દ્વારા બહાર ખીલખીલાટ ત્રણ પડી છે. 
જે તમને મુકવા આવશે પરંતુ ખીલખીલટના કેપ્ટનને આજે કોઈ પેશન્ટ ન હોય આવતીકાલે મુકવા આવીશનું જણાવતા પ્રસૂતા મહિલા તેના બાળક પિતા, સાસુ, સસરા છકડામાં બેસી બોડેલી બાદ નસવાડી આવ્યાં હતા. ત્યાં પ્રસૂતાની તબિયત ખરાબ થતા 9 દિવસના જન્મેલા બાળક સાથે તેને તેના સસરાએ હાથમાં ઊંચકીને દવાખાનામાં લઈ ગયા હતા.   પ્રસૂતાને પ્રાથમિક સારવાર અપાયા બાદ સાંજના વડોદરા સીએચસીમાં રીફર કરાઇ હતી. રાજ્ય સરકારની જાહેરત મુજબ માતા તેના બાળકની સારવાર માટે પૂરતી સુવિધાઓ સજ્જ કરાઈ છે. છતાંય પ્રસૂતા મહિલાને જબૂગામ સીએચસીના ગેટ બહારથી છકડામાં બેસી બોડેલી જવાની ફરજ પડી અને ફરી જીપમાં બેસી નસવાડી પ્રસૂતા મહિલા ત્રણ વાહન બદલીને તેના ગામ પાલા જવા માટે મજબૂર બની હતી.

ખિલખિલાટ ગાડીના પાઇલોટને વાત કરી તો આવતી કાલે આવીશ તેવું જણાવ્યું હતું 
દવાખાનામાં રજા મળ્યા બાદ અમને ગેટ પર મોકલ્યાં ત્યાં ખીલ ખિલાટના પાઇલોટને વાત કરતા તેઓ પેશન્ટ નથી. કાલે મુકવા આવીશ તેવું જણાવતા અમો છકડામાં બેસી બોડેલીથી નસવાડી જીપમાં આવતા મારી પુત્રવધૂની તબિયત બગડી અમને સુવિધા મળી હોત તો આવું ન થાત. આ બાબતે સરકારે ધ્યાન આપવું જોઈએ.  - માનસિંગ ભીલ, પ્રસૂતાના સસરા, પાલા 

પહેલી પ્રાયોરિટી પ્રસૂતા માતા અને તેના બાળકની છે તપાસ કરી દર્દીને ન્યાય આપીશું  
જબુગામની ગાડીવાળા સાથે વાત થઈ અને તપાસ કરી તો એ પેશન્ટને મુકવા આવવા માટે સામેથી પૂછ્યું હતું. કાલે મૂકવા માટે કહ્યું નથી. ત્રણ ગાડીઓ પેશન્ટ લઈ અન્ય ગામે જતી ગાડીઓ ઉભી હતી. અમારી પહેલી પ્રાયોરિટી પ્રસૂતા માતા તેના બાળકની છે. એવું કઈ હશે તો અમો તપાસ કરી દર્દીને ન્યાય આપીશું.-  મહેન્દ્રસિંહ ચૌહાણ  ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, 108,ખીલ ખીલાટ છોટાઉદેપુર 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો