તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર: છોટાઉદેપુર પૂર્વ વિભાગ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ વચ્ચે આવેલા વિશાળ વાઘસ્થળ ડુંગરે ફાગણ વદ પાંચમના દિવસે મેળો ભરાય છે. કુદરતી પ્રકૃતિની આનંદ માણવા છોટાઉદેપુર નગરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જાય છે. આદિવાસી ધેરીયાઓ વાઘસ્થળ ડુંગરે જઈ પોતાની 5 દિવસની બાધા પુરી કરે છે. વાઘસ્થળ ડુંગર આખો મોટા પથ્થરોથી બનેલો છે. એના ઉપર વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઓછું છે. ઉપર ચઢવાના રસ્તો તદ્દન કાચો અને જોખમી હોવા છતા એના ઉપરથી આખું છોટાઉદેપુરનો અને મધ્યપ્રદેશના ઘણાં ગામોનો નજારો જોવા મળે છે. જેથી યુવાનો સડસડાટ ચઢી જાય છે.
આ ડુંગરની પાછળ અને આગળ અગાઉ એક સમયે ગાઢ જંગલ હતું. એનું અસ્તિત્વ જોખમી બની ગયું છે. એક સમયે ગુજરાતની અંદર મધ્યપ્રદેશની લૂંટારું ટોળકી આવતી તેઓઆ વાઘસ્થળ ડુંગર રસ્તેથી આવતી હતી અને ત્યાં જ લૂંટેલા માલનો ભાગ પડતી હતી. ગાઢ જંગલ અને કાચા રસ્તાને લઈ પોલીસ પણ ત્યાં પહોંચી શકતી ન હતી. વર્ષો પછી પણ આ ડુંગર આગળ પહોંચવા માટે વહીવટી તંત્રએ કોઈ રસ્તાનું પણ આયોજન કર્યું નથી. વન વિભાગ દ્વારા પણ ત્યાં વધુ વૃક્ષો ઉછેર કરવાનું આયોજન કરાતું નથી. જેથી પ્રજામાં રોષ વર્તાય રહ્યો છે. વન વિભાગે આ જંગલમાં પર્યટક સ્થળ ઉભું કરવું જોઈએ તેવી પ્રજાની માગ છે. આજે બપોર પછી છોટાઉદેપુરના બજારો બંધ થઈ ગયા હતા અને વાઘું સુર મહારાજની પાદુકા દર્શન અર્થે સૌ વાઘસ્થળ ડુંગરે પહોંચી ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લાનાં ચીસાડિયા ગામે ગોળફેરિયાનો મેળો યોજાયો
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ, નસવાડી, પાવીજેતપુર અને છોટાઉદેપુર જિલ્લાની અંદર જુદાં જુદાં ગામે અનેક મેળાઓ હોળી પર્વમાં થાય છે. છેક ફાગણ સુદ સાતમ સુધી મેળાઓ થશે. આમાં આદિવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં ઉમટી પડે છે. ભલે આજે સૌ એકવીસમી સદી તરફ પ્રયાણ કરતા હોય પરંતુ આદિવાસીઓમાં હજુ પણ અંધશ્રદ્ધાના અનેક બીજ રોપાયલા છે. તેઓ અનેક બાબતે બડવાની સલાહ લેવા અર્થે જાય છે અને એ કહે તેમ દરેક વિધિ પણ કરે છે.
પરંતુ આ બડવાઓ પણ વર્ષમાં એક વખત હોળી પર્વમાં પ્રજા સમક્ષ પોતાની પરીક્ષા અર્થે આવે છે. એમાં ગોળીયા ફેરનો ચાકડો બાંધે છે. ત્યાં બળવાને અછેટી ઓઢાડી પૂજાસ્થાન પાસે લાવવામાં આવે છે. ત્યાં કમરના ભાગે ખીલા નાખવામાં આવે પછી તેને ઊંધો ચાકડા ઉપર બાંધી ફેરવવામાં આવે છે. એ વિધિમાં 5 વર્ષ સુધી જોડાવું પડે છે. જે બળવો કમરમાં ખીલા નાખવાથી અથવા ચકડા ઉપર લટકવાથી ડરે એ સાચો બળવો કહેવાતો નથી એવી માન્યતા છે આ પણ એક કઠોર અગ્નિ પરીક્ષા ગણાય છે. આજે ચિસાડીયા ગામે ગોળ ફળિયાના મેળાની અંદર ચાર બડવા જેમાં ચિસાડીયાના ત્રણ અને નાની સઢલીનો એક ચાકડા ઉપર ફર્યા હતા. આ જોવા અર્થ મોટી મેદની એકત્રિત થઈ હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.