તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા ક્યારેય ગયો નથી છતાં યુવકને વડોદરા RTO કચેરીએ ઇ-મેમો મોકલ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વણધા ગામના યુવકને વડોદરા આરટીઓ કચેરીએથી મેમો ફટકારાયો
 • આરટીઓ કચેરીનો છબરડો : યુવક પાસે બાઇક-મેમામાં ફોટો એક્ટિવાનો
 • યુવકને મળેલા ઈ-મેમોમાં કોઈ છોકરીનો એક્ટિવા ચલાવતો ફોટો હતો

બોડેલી: બોડેલી તાલુકાના અંતરિયાળ ચલામલી નજીક આવેલા વણઘા ગામે રહેતા યુવકને વડોદરા આરટીઓ કચેરીમાંથી પોસ્ટ મારફતે ઈ-મેમો ઘરે આવતા યુવક અચંબામાં પડ્યો હતો. જોકે ઈ-મેમોમાં બીજું જ વાહન દેખાતું હોવા છતાંય આરટીઓ કચેરીએ છબરડો કરતા “કરે કોઈ અને ભરે કોઈ “ઉક્તિ આ મામલે સાચી ઠરી હતી. આશ્ચર્યએ છે, કે આ યુવક હજી સુધી વડોદરા મોટરસાઇકલ લઈને ગયો નથી છતાં યુવકને ઈ-મેમો ઘરે આવતા યુવક અને તેના પરિવારજનોમાં ચોકી ઉઠ્યાં હતા.

ઈ-મેમોમાં કોઈ છોકરીનો એક્ટિવા ચલાવતો ફોટો હતો

બોડેલી તાલુકાના વણઘા ગામે ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતા 24 વર્ષના કોલચા ભુપેન્દ્રભાઈ શાનભાઈને પોસ્ટ દ્વારા કવર આવ્યું હતું. જેને ખોલતા જ ઈ-મેમો જોતા જાણે તેના પગ નીચેની જમીન ખસી ગઈ હતી. અને વિચાર્યું કે હું કોઈ દિવસ વડોદરા મોટરસાઇકલ કે  અન્ય કોઈનું વાહન લઈને આજદિન સુધી ગયો નથી તો આ ઈ-મેમો આવ્યો કઈ રીતે? જેથી પરિવારના લોકો પણ ચિંતામાં આવી ગયા હતા. તેને તેના મિત્રને તમામ વિગત જણાવી અને ઈ-મેમો જોતા તેમાં ફોટો કોઈ છોકરીનો એક્ટિવા ચલાવતો હતો. તેની એક્ટિવાનો નંબર આગળનો નંબર અલગ હતો. 
આરટીઓ કચેરીની ભૂલના કારણે ખેત મજૂર ધક્કા ખાતો થયો

આરટીઓ કચેરીમાંથી છેલ્લા નંબરના આંકડાને ધ્યાનમાં લઇ ઈ-મેમો અદ્ધરતાલ રીતે મોકલવામાં આવ્યો હતો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ભુપેન્દ્ર કોલચાની પાસે બાઈક છે જે આજદિન સુધી વડોદરા લઈને ગયો નથી. તેથી આરટીઓ વિભાગના ટોલ ફ્રી નંબર પર ફોન કરી ખોટો ઈ-મેમો આવી ગયો છે. તેવું જણાવી કેન્સલ કરાવવા અંગે પૂછપરછ કરતા ભુપેન્દ્ર કોલચાને પોતાની મોટરસાઇકલની આરસી બુક, પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઈ-મેમો લઈને વડોદરા કચેરી ખાતે બોલાવવામાં આવ્યો છે. આરટીઓ કચેરીની ભૂલના કારણે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા યુવકને લાબું અંતર કાપીને સમય અને પૈસાનો બગાડ કરવાનો વખત આવ્યો છે. તેથી કહી શકાય કે “ કરે કોઈ ને, ભરે કોઈ “.વડોદરા આરટીઓ કચેરીના ગંભીર છબરડાંથી છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેતમજૂરી કરતા યુવાનને ખોટા ઈ-મેમાનો ભોગ બનવાનો વખત આવ્યો છે.
હું ક્યારેય બરોડા બાઈક લઈને ગયો નથી
મારી આ પહેલી જ બાઈક છે.હું કે મારું બાઈક ક્યારેય બરોડા ગયું નથી.પણ ઈ મેમોમાં દેખાતું એક્ટિવા અને મારા બાઈકનો નંબર 0675 એક જ છે.પણ સિરીઝ અલગ હોવાથી મને ભૂલ થી મેમો ફટકારી દીધો છે. - ભુપેન્દ્ર કોલચા, યુવક, વણધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો