તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠમાંડવાનો શિક્ષક ચાલુ પરીક્ષાએ નશામાં વિદ્યાર્થીઓ વચ્ચે જ ઊંઘી ગયો, બાળકીને અડપલાં કર્યા હોવાનો આક્ષેપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકો લખતા હતા અને શિક્ષક નિદ્રામાં હતો
  • ગ્રામજનો આવ્યા ત્યારે બીમારનું બહાનું બતાવી જતો રહ્યો

બોડેલીઃ બોડેલી તાલુકાનાં અંતરિયાળ કઠમાંડવા ગામની પ્રાથમિક શાળામાં બપોરે બાળકો પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે પોતાની જવાબદારીનું ભાન ભૂલીને એક શિક્ષક નશામાં ચકચૂર બનીને બાળકો વચ્ચે સુઈ ગયો હતો, જેની જાણ થતા જ ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે શિક્ષકે બીમાર હોવાનું બહાનું બતાવી ત્યાંથી જતો રહ્યો હતો.

શિક્ષક દારૂના નશામાં ધૂત હતો
"એક શિક્ષક સો માતા ની ગરજ સારે છે’, તેવી ઉક્તિને  એક શિક્ષક જ લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ચાલુ પરીક્ષાએ બાળકો એક તરફ લખતા હોય અને શિક્ષક દારૂ ઢીંચીને બાળકોની હાજરી છે ત્યાં જ સુઈ જાય ત્યારે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે. તે વિશે રાજ્યના શિક્ષણ વિભાગને અવશ્ય પૂછવું જોઈએ. બોડેલીના કઠમાંડવા ગામની ઘો.1થી 5 ની પ્રાથમિક શાળામાં હાલ છ માસિક પરીક્ષા ચાલી રહી છેન. ત્યારે ઘો.3 થી5 નાં બાળકો વર્ગ ખંડમાં લખી રહ્યા હતા ત્યારે રાવજીભાઈ વસાવા નામનો શિક્ષક નશો કરેલી હાલતમાં વર્ગમાં જ સુઈ ગયો હતો. બાળકો પણ અચરજ પામ્યા હતા.

બાળકીને અડપલાં કર્યા હોવાનો આક્ષેપ
એક બાળકે ગામમાં જાણ કરતા ગ્રામજનો શાળામાં આવ્યા અને સુઈ રહેલા દારૂ પીધેલા રાવજી ભાઈને ઉઠાડ્યા ત્યારે શિક્ષક લથડતી હાલતમાં ઉભા થયા અને દારૂ પીધો છે તેવી કબૂલાત કરીને અને બીમાર હોવાથી સુઈ ગયો હોવાનું બહાનું કર્યું હતું. જો કે ગ્રામજનો ત્યારે સ્તબ્ધ થયા જ્યારે એક બાળકીએ આ શિક્ષકે અડપલાં કર્યા હોવાનું કહ્યું હતું. બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષક રાવજીભાઈ વસાવા દારૂ પીધેલી હાલતમાં બાળકોની હાજરી વચ્ચે કલાસ રૂમમાં જ સુઈ ગયેલા જોવા મળ્યાની ચર્ચા શિક્ષણ આલમમાં દિવસભર ચર્ચાયેલી જોવા મળી હતી. 

કાલે રિપોર્ટ કરવામાં આવશે
ક્લાસમાં દારૂ પીને સુઈ ગયેલા શિક્ષકનો કાલે રિપોર્ટ કરાશે. બોડેલી તાલુકાના કઠમાંડવા પ્રાથમિક શાળાના શિક્ષક રાવજીભાઈ વસાવા બાળકોની વચ્ચે દારૂ પીને સુઈ ગયા હોવાની માહિતી મળતા જ હવે તેનો રિપોર્ટ કરીને ડીપીઓને પહોંચતો કરાશે. - અરવિંદભાઈ રાઠવા, ટીપીઓ, બોડેલી

(તસવીર અને અહેવાલઃ વલ્લભ શાહ, બોડેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો