તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબા તો રમાશે જ, બોરસદમાં વરસાદ પડશે તો રિવર્સ બોરથી પાણીનો નિકાલ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગરબામાં વરુણદેવ વિલન બનશે: ગાંધીગંજમાં ગરબા આયોજકે 15થી 20 મિનિટમાં પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરી

ઉમરેઠ/આંકલાવ: બોરસદ  શહેર સહિત જિલ્લાભરમાં 400થી વધુ સ્થળોએ તેની તૈયારીને આખરી ઓપ અપા‌ઈ રહ્યો છે. ખેલૈયાઓમાં પણ ગરબા-રાસ ઘૂમવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે છેલ્લે સુધી વરસાદ હોય યુવકો મંડળોને ગરબાના મેદાન સહિતની તૈયારીઓ વિલન બની રહ્યો છે. ત્યારે કેટલાક આયોજકો દ્વારા ગરબામાં વરસાદ વિલન ન બને તે માટે અવ નવા નુસખા અપનાવ્યાં છે. જેમાં બોરસદ કમલમ ગૃપ દ્વારા ચાલુ વર્ષે ખૈલયાઓને કોઇ તકલીફ ન પડે તે હેતુંથી ગરબા ગ્રાઉન્ડમાં જ રિવર્સ બોર બનાવાયો છે. જેથી વરસાદ પડેતો 15થી 20 મિનિટમાં મેદાનમાં ભરાયેલું પાણી રિવર્સ બોર દ્વારા સીધું જમીનમાં ઉતરી જશે. 

બોરસદના ગાંધીગંજમાં ગરબા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો
શહેરમાં ગાંધીગંજ કમલમ ગરબા ગૃપ દ્વારા રિવર્સ બોર બનાવી વરસાદી પાણીનો નિકાલનું આયોજન કરાયું છે. ગરબાના આયોજક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું કે, આ વર્ષે વરસાદ સતત ચાલુ રહેતા અને નવરાત્રી દરમિયાન પણ વરસાદ આવવાની સંભાવના હોય ખેલૈયાઓને ગરબા રમવામાં તકલીફ ના પડે અને વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય તેઓ આયોજન હાથ ધરાયું છે. જેથી જમીનમાં પાણીનું સ્તર પણ જાળવી શકાશે અને ખૈલયાઓને કોઇ તકલીફ નહી પડે .

આંકલાવમાં વરસાદી માહોલ વચ્ચે નવરાત્રિની તૈયારીઓ અંતિમ ચરણમાં 
આંકલાવ શહેરમાં 6 જેટલાં સ્થળોએ ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે. ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં પણ ઠેરઠેર પણ ગરબાં મહોત્સવની ધુમ તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ નવરાત્રીના પર્વમાં ગરબે ઝુમવા થનગની રહેલ યુવાધન પણ નવરાત્રી પર્વને લઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવતીઓ ચણીયાચોળી સહિત સાજ-શણગારની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. 

ઉમરેઠમાં એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન કરાયું
ઉમરેઠમાં અમુક વિસ્તારોમાં શેરી ગરબાની રમઝટ તો જામશે જ સાથે સાથે નગરમાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારા લક્ષ્મીકલ્યાન હોલ ખાતે તેમજ શ્રી ગૃપ દ્વારા એસ.એન.ડી.ટી મેદાન ખાતે ભવ્ય ગરબાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.બીજી બાજૂ હજૂ ઉમરેઠ પંથકમાં દિવસભર વાદળ છાયુ વાતાવરણ રહેતા ખેલૈયા સાથે ગરબા આયોજકો નવરાત્રિ દરમ્યાન વરસાદનું વિધ્ન ન આવે તે માટે ફિંગર ક્રોસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...