તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટલાદના પાડગોલ ગામે બે બાળલગ્ન અટકાવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લા સુરક્ષા અને બાળ સુરક્ષા એકમે મહેળાવ પોલીસને સાથે રાખીને પાડગોલ ગામે તપાસ હાથધરી

આણંદઃ આણંદ જિલ્લા સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ દ્વારા છેલ્લા એક સપ્તાહથી  જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટેની સ્પેશીયલ ઝુંબેશ હાથધરી છે. તેના ભાગરૂપે આગામી સપ્તાહમાં બે બાળલગ્ન અટકાવ્યા હતા.જયારે પેટલાદના તાલુકાના પાડગોલ ગામે બે બાળક લગ્ન અટકાવીને ગ્રામજનોને બાળલગ્ન થતાં ગેરફાયદા અને સમાજને થતાં નુકશાન અંગેની સમજ આપવામાં આવી હતી.

જિલ્લા સુરક્ષા અને બાળ સુરક્ષા એકમે મહેળાવ પોલીસને સાથે રાખીને પાડગોલ ગામે તપાસ હાથધરી
આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમને બાતમી મળી હતી કે પેટલાદ તાલુકાના પાડગોલ ગામે બાળલગ્ન થઇ રહ્યાં છે. તે બાતમીના આધારે જિલ્લા સુરક્ષા અને બાળ સુરક્ષા એકમે મહેળાવ પોલીસને સાથે રાખીને પાડગોલ ગામે તપાસ હાથધરી હતી.જયાં બાળલગ્ન થઇ રહ્યાં હતા.બંને ઉંમર નાની હતી.જેથી બાળસુરક્ષા અધિકારી પાર્થ ઠાકર અને લીગલ કમ પ્રોબેશન ઓફિસર મનિષા જેઠવા અને તેમની ટીમે બંને બાળકોના વાલીઓ અને ગામના સરપંચ તથા આગેવાવો સાથે બેઠક કરીને તેઓને બાળલગ્ન કરવાથી સંતાનોને ભવિષ્યમાં થનાર નુકશાન અને ગેરફાયદાની સમજ આપી હતી.તેમજ સમાજને પણ બાળલગ્ન થકી નુકશાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો