તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલમાં વિવિધ કામોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંડલમાં સરકારી વિશ્રામગૃહ સહિત માર્ગોનું લોકાર્પણ

વિરમગામ: વિરમગામ વિધાનસભાના માંડલ ગામે સરકારી વિશ્રામ ગૃહ 2 કરોડ 67 લાખનું લોકાર્પણ સહિત કેમ્પસમાં વૃક્ષારોપણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. ઉપરાંત  50 કરોડ 89 લાખના ખર્ચે બનેલા વિરમગામ- માંડલ - દસાડા રોડનું લોકાર્પણ કરાયું હતું. દરમિયાન 43 કરોડ 49 લાખના ખર્ચે બનનારા માંડલ- એંદલા- રામપુરા- સંગપુરા- કડી રોડનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. વીંજુવાડામાં 4 કરોડ 40 લાખના ખર્ચે બનેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે મંગળવારે થયું હતું. આ પ્રસંગે મેઘમણી સંસ્કાર ધામ, ઉમિયા કેમ્પસ, માંડલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ આર.સી.પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો, પદાધિકારીઓ,કાર્યકરો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ જણાવ્યું હતું કે ભાજપની વિકાસશીલ સરકાર દ્વારા માંડલને સરકારી વિશ્રામ ગૃહ,દશાડાથી વિરમગામ ફોરલેન રોડ, આયુર્વેદિક હોસ્પિટલ સહિતની સુવિધાઓ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા આપણી માગણી મંજુર રાખી આ પંથકનો વિકાસ કરવા કટિબંધ છે.જ્યારે કોંગ્રેસના વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સરકાર દ્વારા પક્ષાપક્ષીથી દૂર રહી પ્રજાના કામોને મહત્વ આપ્યું છે તે બદલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો આભાર માન્યો હતો. 
નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉપસ્થિત કાર્યકરો અને લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ઉદ્ઘાટન પ્રસંગની સાથે વિશ્રામ ગૃહ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. એ સૂચવે છે કે કોઈપણ કામ સૂઝબૂઝથી અમલમાં મૂક્યું હોય તો આગળ ઉપર વૃક્ષ જેમ મોટા થઈને તેના ફળ આપે છે. તેમ નરેન્દ્ર ભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. પરંતુ આપણે બાવળિયાઓને ઉપાડીને ફેંકી દેવાના છે. 2017માં ગુજરાતમાં થોડા બાવળીયા વધી ગયા પરંતુ તેની સાફ સફાઈનું કામ ચાલુ છે. પરંતુ 2019માં કેન્દ્ર સરકારની ચૂંટણીમાં પ્રજાએ ધરમૂળમાંથી બાવળીયા સાફ કરવાનું શરૂ કર્યું છે અને ગુજરાતના વિકાસમાં નડતરરૂપ જે થોડા ઘણા બાવળીયા છે તે આવનારા સમયમાં હવે તમારે જ દૂર કરવાના છે. તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો