તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયરાની યુવતી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની માગ સાથે કેન્ડલ માર્ચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યત્રીને સંબોધીને વિરમગામ DySPઓફિસમાં આવેદન અપાયું

વિરમગામ: વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજાથી ટાવર ચોક સુધી 12 જાન્યુઆરી રવિવાર સાંજે 5:00 કલાકે મોડાસાના સાયલા ગામ દીકરીનું અપહરણ કરી સામૂહિક બળાત્કાર ગુજારી ગળે ફાંસો આપી ગામમાં વડના ઝાડ પર લાશ લટકાવી ઘાતકી હત્યા કર્યા અંગેના બનાવની સીટ મારફત તપાસ કરાવી જવાબદારોને મૃત્યુદંડની સજા કરવાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. અને મુખ્યમંત્રીને સંબોધીને વિરમગામ ડીવાયએસપી ઓફિસ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
 
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સાયરા ગામની દીકરીનું 1 જાન્યુઆરી 2020ના રોજ અપહરણ કરી તેની પર સામૂહિક બળાત્કાર ગુજારી ગળેફાંસો આપી લાશ ગામના વડના ઝાડ પર લટકાવી ઘાતકી હત્યા કર્યા અંગેની ફરિયાદ મહેશભાઈ ડાયાભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી છે. જેમાં આરોપીઓ બિમલ ભરતભાઇ ભરવાડ, દર્શન ભરવાડ ,સતીશ ભરવાડ, જીગર તેમજ તપાસમાં જે ખૂલે તેની સામે તાત્કાલિક ગુનો નોંધી સખત કાયદાકીય પગલાં લેવામાં આવે, જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે પગલા લેવાય બનાવની તપાસ સીટ દ્વારા કરવામાં આવે સહિતની માગ સાથે વિરમગામ, માંડલ, દેત્રોજ, દસાડાના દલિત આગેવાનો કિરીટ રાઠોડ, વિકી પરમાર,ગીરીશભાઈ રાઠોડ, ગૌરવ શાહ, આશિષ ગુપ્તા,ભાવેશ સોલંકી, હર્ષદ પરમાર, કનુભાઈ શ્રીવાસ્તવ, બળવંત ઠાકોર, સુધીર રાવલ, રણજીતભાઈ ડોડીયા, અહેમદશા સૈયદ સહિત મોટી સંખ્યામાં દલીત સમાજ, હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો