વિરમગામ, ધોળકા, બાવળામાં બારે મેઘ ખાંગા, 2 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદથી હાલાકી : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી નડી

વિરમગામ, બાવળા, ધોળકા, બોટાદ: વિરમગામ શહેરમાં ગુરુવારે વાતાવરણમાં પલટા સાથે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ભરવાડી દરવાજા,ગોલવાડી દરવાજા,પરકોટા,અક્ષરનગર  સહિતના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા હતા. અને શુક્રવારે બપોરે 2:00 કલાક સુધી વરસાદ ચાલુ રહેતા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન બાવળામાં બે દિવસથી ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
 
ગુરૂવારની રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.લાંબા સમય બાદ વરસાદ ચાલું થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી સુકાઇ ગયા બાદ ફરીથી ભરાઇ ગયા છે.પાલીકા વિસ્તારનાં રોડ-રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે.જેનાં કારણે નગરજનો,રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફો પડી હતી. ઉપરાંત ધોળકા પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો કોઇ નિકાલ થતો નથી. બેંક રોડ, કાથી બજાર, ચોક્સી બજાર, રાધનપુરીવાડ, અલકા ટોકીઝ રોડ વિસ્તારમાં પાણી તથા ગટર ચોકઅપ થતાં ગંદાપાણી મુખ્યરોડ પર ઉભરાયેલા રહે છે. 

અન્ય સમાચારો પણ છે...