તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાણાં અને કામોમાં ગેરરીતિ આચરનારા 6 સરપંચ સસ્પેન્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષમાં થયેલી કાર્યવાહી અત્યાર સુધીની મોટી કાર્યવાહી મનાય છે, જિલ્લા DDOની કાર્યવાહીથી સરપંચોમાં ફફડાટ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ડીડીઓએ છેલ્લા દોઢ વર્ષમાં નાણાં અને વિકાસના કામોમાં ગેરરિતી આચરનાર છ સરપંચોને સસ્પેન્ડ કર્યા છે. અત્યાર સુધીની મોટી કાર્યવાહી મનાય છે. ડીડીઓએ ફરિયાદના આધારે દસક્રોઇ, ધંધુકા, વિરમગામ, દેત્રોજ અને ધોળકા તાલુકામાં સરંપચો સામે કેસ ચલાવી સપાટો બોલાવતા અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે. અમદાવાદ જિલ્લાના ડીડીઓ અરૂણમહેશ બાબુએ કહ્યું કે સરપંચો સામે ગેરરિતી મળેલી ફરિયાદોના આધારે સસ્પેન્ડ કરાયા હતાં. હજી પણ કેટલાક સરપંચો સામે કાર્યવાહી ચાલી રહી છે. સરકારી ફંડનો ગેરપયોગ કરનાર હોદ્દેદારો કે અધિકારીઓ સામે કાર્યવાહી ચાલુ જ રહેશે. વિરમગામ અને ધોળકાના સરપંચની ફરી નિમણૂંક કરાઇ છે. પરંતુ તપાસ ચાલુ છે. 

સરપંચો સામે આ રીતે કાર્યવાહી ચાલે છે
અરજદારો તરફથી સરપંચ વિરૂધ્ધ રજૂઆત મળ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા કક્ષાના અધિકારીને તપાસ સોંપાય છે. જે તપાસ અહેવાલ મળ્યા બાદ જરૂર જણાય તો સરપંચને કારણદર્શક નોટીસ આપી રૂબરૂ સુનાવણીમાં બોલાવાય છે. સુનાવણીમાં રજૂઆત અને પુરાવા કરવામાં અસફળ થાય તો પણ તક અપાય છે. આ પછી સ્થળ પર પણ સુનાવણી રખાય છે. આ પછી પુરાવા અને તપાસ અહેવાલના આધારે કેસના ગુણદોષના આધારે યોગ્ય નિર્ણય લઇ સસ્પેન્ડ કરાય છે. 

સરપંચને વિકાસ કમિશનર સમક્ષ રજૂઆત કરવાની તક મ‌ળી છે
ડીડીઓની કાર્યવાહીમાં સસ્પેન્ડ થનાર સરપંચને વિકાસ કમિશનર સમક્ષ રજૂઆત કરવાની તક મળે છે. આ તકમાં પણ નિષ્ફળ જાય તો સસ્પેન્ડ ઓર્ડર યથાવત રખાય છે અને સફળ થાય તો તેની પુન:નિમણૂંક કરાય છે. 

પુન: નિમણૂક પામેલા બે સરપંચો સામે હાલમાં તપાસ ચાલી રહી છે
વિકાસ કમિશનરના ઓર્ડરથી પુન:નિમણૂંક પામેલા વિરમગામના વાણીગામના નાથાભાઇ સીંધવ અને ધોળકાના જાખડગામના વસંત એચ.ડાભી નામના બે સરપંચોને સામે હાલ તપાસ ચાલી રહી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો