તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકડ તથા 5 હજાર ડોલર ભરેલું પાકિટ મૂળ માલિકને પરત કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદમાં સિક્યોરિટી ગાર્ડની પ્રામાણિકતા
  • શાલ ઓઢાડી સિક્યોરિટી ગાર્ડનું સન્માન કરાયું

સાણંદ: સાણંદના કોલટ રોડ પર આવેલી મયુર બંગ્લોઝ  સોસાયટીના નાઈટ સિક્યુરિટી વલ્લભભાઈને સોસાયટીના જ એક વ્યક્તિનું 9000 રૂપિયા તથા 5000 ડોલર ભરેલું પાકીટ મળ્યું હતું. કોઈ પણ જાતની લાલચ વગર મારી અંદરનો ભગવાન જુવે છે એ સાક્ષી ભાવે સોસાયટીના વડીલ રામજીભાઈને મળીને મૂળ માલિક ને પહોંચાડી દીધું હતું. આ વાતની જાણ સમગ્ર સોસાયટીના ધ્યાને રહે અને તેમની પ્રામાણિકતાની કદર થાય તે માટે સોસાયટીમાં દશેરાના દિવસે સોસાયટીના ભાઈ બહેનોની હાજરીમાં સોસાયટીના ચેરમેન રમણભાઈના હાથે સાલ ઓઢાડી અને ભૂદેવ કૌશિકભાઈના હાથે 500 રૂપિયા રોકડા આપી સન્માન કર્યું હતું. સમગ્ર મયુર સોસાયટી પરિવારે તાળીઓથી વધાવીને પ્રામાણિક માણસની કદર થાય જ છે એ વિશ્વાસ મેળવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો