તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ સ્ટેશનમાં જ ST બસની અડફેટે યુવાનનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ બસ સ્ટેન્ડમાં સાંજે ઘટના બની હતી - Divya Bhaskar
સાણંદ બસ સ્ટેન્ડમાં સાંજે ઘટના બની હતી

સાણંદઃ એક તરફ રાજ્ય સરકાર સલામત સવારી, ST અમારીની સુફિયાણી વાતો અને જાહેરાત કરે છે. પરંતુ તેનો છેંદ ઉડાડતો ગંભીર કિસ્સો સાણંદમાં બન્યો છે. સાણંદ બસ સ્ટેશનમાં ભુજ અમદાવાદ બારીયાની એસટી બસની અડફેટે સાણંદનો યુવાન આવતા ઘટનાસ્થળે તેનું  કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.  

અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા એકઠા થવા પામ્યા
બનાવની વિગતો એવી છે કે બુધવારે સાણંદ બસ સ્ટેશનમાં પાર્સલ ઉપાડવાની મંજુરી કામ કરવા કમલેશભાઈ જાદવ આવ્યો હતો. ત્યારે તેઓના ભાઈ વિજયકુમાર પણ બસ સ્ટેન્ડમાં હાજર હતો. ત્યારે સાંજે 4 કલાકે સાણંદ બસ સ્ટેન્ડમાં ભુજ ટેપોની ભુજથી અમદાવાદ બારીયા જતી એસ.ટી બસના ચાલકે તેની બસ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા સાણંદ વણકર વાસમાં રહેતા વિજયકુમાર મોહનભાઈ જાદવ (ઉં.45વર્ષ)ને અડફેટે લઇ પાડી દઈ તેના ઉપર બસના ટાયર ફરી વળતા વિજયકુમાર બેભાન થઇ ગયા હતા. બીજી તરફ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા એકઠા થવા પામ્યા હતા. વિજયકુમારને પ્રાઇવેટ વાહનમાં સાણંદ સરકારી હોસ્પિટલ લઇ આવેલ તપાસ કરતા ડોક્ટરે મૃત જાહેર કરતા યુવકના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. આ અંગે કમલેશભાઈ જાદવે સાણંદ પોલીસમાં બસના ચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...