ઘટાડો / ધોળકામાં જામફળની આવક ઘટી, ખેડૂતો વાડીઓ છોડી અન્ય ખેતી તરફ વળ્યા

In the dholaka, the revenue of guava declined, the farmers left the farms and shifted to other farms

  • વાતાવરણ અનુકુળ ન હોવાના કારણે છોડ પીળા પડી ગયા
  • ફળ આવતાં પહેલાં જ ફાટિયાનો રોગ આવી જવાથી ખેડૂતો મુશ્કેલીમાં

Divyabhaskar.com

Nov 17, 2019, 07:59 AM IST

ધોળકા: રાજ્યમાં જામફળની ખેતી માટે જુદાં જુદાં વિસ્તારો પ્રખ્યાત છે. જેમાં ધોળકા પણ એક વિસ્તાર એવો છે કે જે એક સમયે જામફળની ખેતીનું કેન્દ્ર ગણવામાં આવતું હતું એક સમયે ધોળકામાં વિશાળ માત્રામાં જામફળનું ઉત્પાદન થતું હતું. હાલ રહ્યા સહ્યા ખેડૂતો પણ વર્ષ દરમિયાન કાળી મજુરી કરીને જામફળ પકવે છે. ત્યારે ઘણીવાર વાતાવરણ અનુકુળ ન હોવાને કારણે છોડ પીળા પડી રહ્યા છે. ફળ આવતાં પહેલા જ ફાટિયાનો રોગ આવી ગયો છે.ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયાં છે. કમોસમી વરસાદ, ઠંડી-ગરમી થવાથી જામફળના ફળ પાક્યા પહેલાં જ રોગમાં સપડાઈ ગયાં છે. જેનાથી જામફળની આવકમાં ઘટાડો જોવાં મળ્યો છે.

ધોળકા શાકમાર્કેટના જામફળના વેપારી અશોકકુમાર જેન્તીભાઇ કા.પટેલના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જામફળની આવક બજારમાં ખૂબ જ ઓછી છે અને ધોળકા તાલુકાના ખેડૂતો જામફળની ખેતી કરવાનું ટાળી રહ્યા છે. અત્યારે ધોળકાના બજારમાં કેલિયાવાસણા, જલાલપુર, આંબારેલી, વટામણ અને કૌકા એમ કુલ પાંચ ગામેથી જામફળ બજારમાં વેચવા આવે છે. અત્યારે ધોળકાના બજારમાં રોજના 50થી 100 મણ જેટલી ખુબ જ ઓછી આવક વેચવા આવી રહી છે. જામફળના ભાવમાં ગત વર્ષ અને આ વર્ષેના ભાવમાં કોઈ ફેર પડયો નથી. આ વર્ષે પણ ભાવ 400થી 500 રૂ.મણ રહ્યો છે.

વટમણના ખેડૂત ભુપતભાઇ ઘુડાભાઇ જણાવ્યા મુજબ હાલના સમયમાં જામફળની થોડી ઘણી વાડીઓ રહી છે. તેમાં પણ યોગ્ય વાતાવરણ ન હોવાને કારણે જામફળમાં ફાટિયાનો રોગ આવી ગયો છે. ઠંડી-ગરમી પડવાથી નાના કાચાં ફળ પાકી જાય છે. જામફળનું કદ અને તેની મીઠાશ પણ ઘટી ગઈ છે. આનાં કારણે જામફળની આવક ઓછી થવાથી અને પાણીનો ખર્ચ વધુ આવે છે. લાઈટબીલનો ખર્ચ વધુ આવે છે અને ખેડુતો કંગાલ બનતાં જાય છે. ધીરે ધીરે વાડીઓ ઘટતી જાય છે હાલમાં પણ ધોળકા આજુબાજુ વાડીઓ ખુબ ઓછી થઈ છે. ખેડૂતોને જામફળની વાડીઓ પોસાતી નથી.

X
In the dholaka, the revenue of guava declined, the farmers left the farms and shifted to other farms

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી