આસ્થા / ગોવિંદાએ સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શન કર્યા, ધંધૂકાના ભડીયાદમાં દરગાહે ચાદર ચડાવી

Govinda visits Kastabhanjan Deva in Salangpur
Govinda visits Kastabhanjan Deva in Salangpur
Govinda visits Kastabhanjan Deva in Salangpur
Govinda visits Kastabhanjan Deva in Salangpur

  • હજરત દાદા શહીદ પુર મહેમુદશાંહ બુખારીની દરગાહ  કોમી એકતાનું પ્રતિક
  • ગોવિંદાએ બુધવારે સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા હતા

Divyabhaskar.com

Oct 10, 2019, 12:17 PM IST

સાળંગપુર/ ધંધૂકા: ગઈકાલે બોલિવુડ અભિનેતા ગોવિંદાએ સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા હતા, ત્યારબાદ ગોવિંદાએ ધંધૂકાના ભડીયાદ ગામમાં આવેલી પીરની દરગાહે ચાદર ચડાવી હતી. ગોવિંદાએ હજરત દાદા શહીદ પીર મહેમુદશાંહ બુખારીની દરગાહ પર ચાદર ચઢાવી તે કોમી એકતાનું પ્રતિક માનવામાં આવે છે. દરગાહના ફરીદબાપુએ શાલ ઓઢાડીને ગોવિંદાને દરગાહ ખાતે આવકાર્યો હતો. દરમિયાન કેટલાક પ્રશસંકો સાથે તેણે તસવીર પણ ખેંચાવી હતી.
ગોવિંદાને દાદામાં અપાર શ્રદ્ધા
ફિલ્મ અભિનેતા ગોવિંદાએ બુધવારે સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા હતા.અભિનેતા સાળંગપુર મંદિર આવ્યાની વાત પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અભિનેતાની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. દરમિયાન ગોવિંદાએ જણાવ્યું હતું કે, હનુમાન દાદા પર અપાર શ્રદ્ધા છે. તેથી દર વર્ષે અહીં આવું છું. સાળંગપુરના હનુમાનદાદા દરેકની મનોકામના પૂરી કરે છે. જ્યારે મંદિર તરફથી ગોવિંદાને હનુમાન દાદાની તસવીરનું સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.

X
Govinda visits Kastabhanjan Deva in Salangpur
Govinda visits Kastabhanjan Deva in Salangpur
Govinda visits Kastabhanjan Deva in Salangpur
Govinda visits Kastabhanjan Deva in Salangpur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી