રજોડા પાટડી પાસે હાઈ-વે ક્રોસ કરતી બાળકીનું ગાડીની ટક્કરે મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ- 9 ના પુસ્તકો લેવાનાં હોવાથી અમદાવાદ ગયા હતા
  • બાવળામાં ૨હેતાં માતા-દીકરી AMTSમાંથી ઊતરી

બાવળા: બાવળામાં ૨હેતાં માતા-દિકરી અમદાવાદથી એ.એમ.ટી.એસ.બસ માંથી ઉતરી હાઈ-વે ક્રોસ કરવા જતાં બાળકીને ઇકો ગાડીનાં ચાલકે જોરદાર ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. બાવળામાં આવેલી એહમદી સોસાયટીમાં રહેતાં દેવેન્દ્રસિંહ વ્રજમોહનસિંહ ચૌહાણ (મૂળ રહેવાસી રાજસ્થાન) ચાંગોદરમાં ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નીકરી કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. સોમવારે તેમની પત્નિ અનીતાબેન અને દિકરી ૫રીધી (ઉ.વ.14)ને ધોરણ-9ના પુસ્તકો લેવાના હોવાથી અમદાવાદ બાપુનગ૨ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની ખાતે તેમના ભાઇ મંગલસિહનાં ઘરે બપોરે ત્રણ વાગે ગયા હતાં.
સાંજના અમદાવાદથી એ .એમ .ટી .એસ બસમાં બેસી બાવળા રજોડા પાટીયા સુધી આવ્યા હતાં.બસ કંકાવટી હોટલના કંમ્પાઉંડમાં ઉભી રહેતાં નીચે ઉતરીને તેઓ બાવળા આવવાનું હોવાથી હાઇ-વે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યાર એક ઇકો ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવીને પરીધીને જોરદાર ટકકરમારતાં તે રોડ ઉપર ફંગોળી દેતાં અને રોડ ઉપર પટકાતાં તેને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી રોડ ઉપર આવતા જતા રાહદારીએ પોતાની ગાડીમાં બાવળા સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ આવ્યા હતાં. પરંતું તેને ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર મળે તે પહેલા જ તેનું મોત થવા પામ્યું હતું. અકસ્માતની જાણ તેના પિતાને થતાં તેઓ દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ બાવળા પોલીસને થતાં બાવળા પોલીસ પણ દવાખાને પહોંચી જઈ લાશનું પી.એમ.કરાવીને દેવેન્દ્રસિહની ઇકો ગાડીનાં ચાલક વિરૂધ્યની ફરીયાદનાં આધારે અકસ્માતનો ગુનો નોંધી ગાડી મુકીને નાશી છૂટેલા ગાડી ચાલકને પકડી પાડવા પી.એસ.આઈ. બી.બી.વાધેલાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...