તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીધારા સોસાયટીમાં રોડનું કામ બંધ કરી દેતાં મુશ્કેલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોખંડની જાળીઓ બનાવીને પાથરી મુકી છે જેથી સોસાયટીનાં રહીશોને ભારે મુશ્કેલીઓ

બાવળાઃ નગરપાલિકા હદવિસ્તારની સોસાયટીઓમાં લોકભાગીદારીથી આર.સી.સી.રોડ અને પેવર બ્લોકના કામ કરવામાં આવે છે. ત્યારે અમીધારા સોસાયટીમાં કોન્ટ્રાકટરે કામ ચાલું કરીને એક મહીના પહેલાથી કામ બંધ કરી દેતાં રહીશોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેથી પાલિકાના અપક્ષ સદસ્યએ ચીફ ઓફિસરને કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા લેખીત અરજી કરી છે. બાવળા નગરપાલિકા વિસ્તારમાં સરકારની સ્કીમ મુજબ સોસાયટી વિસ્તારમાં લોક ભાગીદારીથી આર.સી.સી.રોડ અને પેવર બ્લોકનાં કામ કરવામાં આવે છે. 
પાલિકા તંત્ર દ્વારા પણ કોન્ટ્રાકટરને કામ પુરૂ કરવાનું કહેવામાં આવતું નથી
પાલિકા વિસ્તારમાં આર.સી.સી.રોડ અને પેવર બ્લોક લોક ભાગીદારીથી કરવા માટેનાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં. જેથી આ કામનાં ટેન્ડર તિરૂપતી કન્ટ્રકશનને લાગ્યા હતાં.અને તેમણે દોઢ મહીના પહેલા કામ શરૂ કરી દીધુ હતું. આ કોન્ટ્રાકટરે કામ ચાલુ કરીને એક મહીના પહેલા અધુરૂ મુકી દીધું છે. તેમણે સોસાયટીમાં કપચી, રેતી અને લોખંડનાં ઠગલા કરી દીધા છે. લોખંડની જાળીઓ બનાવીને પાથરી મુકી છે જેથી સોસાયટીનાં રહીશોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકા તંત્ર દ્વારા પણ કોન્ટ્રાકટરને કામ પુરૂ કરવાનું કહેવામાં આવતું નથી. જેથી પાલિકાનાં અપક્ષ સદસ્ય કોમલબેન મયુરધ્વજ ડાભીએ પાલિકાના ચીફ ઓફિસર સિદ્ધાર્થભાઇ પટેલને લેખિત રજૂઆત કરી છે કે સોસાયટી વિસ્તારમાં આર.સી.સી.રોડ અને પેવર બ્લોકનું કામ તિરૂપતી કન્સ્ટ્રકશન દ્વારા 18 જાન્યુઆરીનાં રોજ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ બે મહીના થવા છંતા એક પણ કામ પુરૂ કરવામાં આવ્યું નથી.આવી ગોકળગતિ થી ચાલતાં કામથી રહીશોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. તેમની અમીધારા સોસાયટીમાં આ કોન્ટ્રાકટર દ્વારા આર.સી.સી.રોડનું કામનું ચાલુ કરીને પી.સી.સી.કર્યાને એક મહીનાં ઉપર થઇ ગયો પછી રોડની સામું જોવા માટે પણ આવ્યા નથી.

એક મહીનો થવા છંતા કામ ચાલુ નહીં
પી.સી.સી.ના મેટલ પણ ઉધડવા લાગ્યા છે.કામ ચાલું કર્યું નથી. લોખંડની જાળીઓ બનાવીને સોસાયટીમાં પાથરી દીધી છે, તેમજ સોસાયટીની બહાર રેતી અને કપચીનાં મોટાં - મોટાં ઢગલાઓ કરી નાંખવામાં આવ્યા છે. જે રહીશોને નડતર રૂપ છે અને તેનાથી અકસ્માતનો ભય રહેલો છે. એક મહીનો થવા છંતા કામ ચાલુ નહીં કરવામાં આવતાં રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી આ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...