તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકમાં મધપૂડાનાં લાકડાનાં બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બગોદરા પોલીસે બાતમીનાં આધારે1852 બોટલ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો

બાવળા: બગોદરા પોલીસે બાતમીના આધારે ટ્રકમાં મધપૂડાનાં લાકડાનાં બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂની 1852 બોટલો સાથે 12,41,200 નો મુદ્દામાલ જપ્ત કરીને ટ્રક ચાલકને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દઈ તેની વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા મોટા પાયે બીજા રાજ્યમાંથી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે.ખાસ કરીને બગોદરા ઉપરથી સૌરાષ્ટ્ર તરફ વિદેશી દારૂ પુષ્કળ પ્રમાણ જાય છે. ત્યારે બહારનાં રાજ્યમાંથી જુદી જુદી તકનિકો અપનાવીને બુટલેગરો વિદેશી દારૂ સૌરાષ્ટ્ર તરફ લઈ જતાં હોવાથી રેન્જ આઇ.જી. એ.કે. જાડેજા અને જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારી દ્વારા અસામાજીક પ્રવુતીઓને ડામી દેવા અને ગુજરાત રાજ્યમાં ચોરીછૂપીથી  વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. આ સૂચનાને આધારે ધોળકા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંન્ડેયએ બગોદરા પોલીસને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.આ સૂચનાને આધારે બગોદરા પી.એસ.આઇ. એમ.પી.ચોહાણ, કોન્સ્ટેબલ સુરેન્દ્રસિહ, જયદિપસિહ વગેરે પોલીસ સ્ટાફ સાથે હાઇ-વે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે સુરેન્દ્રસિહને બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સીંગની ટાટા ટ્રકમાં મધપૂડાનાં લાકડાનાં બોક્સની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજકોટ તરફ જઈ રહ્યો છે.
 
જે બાતમીનાં આધારે બગોદરા પોલીસ ટોલટેક્ષ પાસે આવેલી હોટલની બહાર હાઈ-વે ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતાં.થોડીવારમાં બાતમી મુજબની ટ્રક નીકળતાં તેને ઉભી રખાવીને ટ્રકમાં તપાસ કરતાં મધપૂડાનાં લાકડાનાં બોક્સની નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.આ પેટીઓ ખોલીને તપાસ કરતાં તેમાંથી વિવિધ કંપનીની 1852 બોટલો મળી આવી હતી.જેની કિમત 7,39,200 રૂપીયા ગણી તેને કબ્જે કરીને ટ્રક ચાલક રાજસિહ ભીમસિહ, રહેવાસી, હિસાર (હરીયાણા)ને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 2000 રૂપીયાનો મોબાઇલ, 5,00,000 રૂપીયાની ટ્રક મળી કુલ 12,41,200 રૂપીયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને ટ્રકના ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દઈને માલ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં, કોને આપવાનો હતો તેની કડક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ જથ્થો રાજસ્થાનનાં બીકાનેર પાસેની હોટલ ઉપરથી તેના મિત્ર સુરેન્દ્ર જાટ (હિસાર, હરીયાણા) એ આપ્યો હતો અને રાજકોટનાં રાધેશ્યામ ને આપવાનો હતો.જેથી બગોદરા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમને પકડી પાડવા પી.એસ.આઇ.ચોહાણે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો