તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યારે રાજીવ પર શ્રીલંકામાં હુમલો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1991માં રાજીવની હત્યા, કોંગ્રેસની સહયોગી DMKના ચૂંટણીઢંઢેરામાં હવે હત્યારાઓની મુક્તિનો વાયદો

ઈલેકશન ડેસ્ક:  ફોટો જુલાઈ 1987નો છે. તત્કાલીન પીએમ રાજીવ ગાંધી શ્રીલંકામાં હતા. તે ભારત-શ્રીલંકા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા પહોંચ્યા હતા. તેના હેઠળ શ્રીલંકામાં ભારતીય શાંતિસેના મોકલાઇ હતી. ભારત એલટીઈ વિરુદ્ધ ઓપરેશનમાં શ્રીલંકા સાથે હતું. રાજીવ ત્યાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા હતા કે અચાનક એક ગાર્ડ વિજિથા રોહાના વિજેમુનિએ રાઈફલના બટથી તેમના પર હુમલો કરી દીધો.

વિજેમુનિનું ઘટના બાદ કોર્ટ માર્શલ કરાયું હતું. ભારત-શ્રીલંકા શાંતિકરાર જ હતો જે પછી રાજીવની હત્યાનો કારણ બન્યો. 21 મે 1911ના રોજ રાજીવની શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી વિસ્ફોટમાં હત્યા કરાઇ હતી. તમને જણાવી દઈએ કે રાજીવ દ્વારા શ્રીલંકામાં શાંતિસેના મોકલવાનો તમિલનાડુમાં જોરદાર વિરોધ થયો હતો. વિરોધની આગેવાની ડીએમકે કરી રહ્યું હતું જે હવે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં છે. 

અન્ય સમાચારો પણ છે...