તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sanjay Gandhi, He Was Not A PM But Less Than That, Claim In The Book Indira Jumped Six Stops

સંજય ગાંધી: તેઓ પીએમ તો નહોતા પણ તેનાથી ઓછા પણ નહોતા, પુસ્તકમાં દાવો- ઇન્દિરાને છ થપ્પડ ઝીંકી દીધી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈલેકશન ડેસ્ક: જે પેઢીએ કટોકટી જોઈ છે તેઓ સંજય ગાંધીનું નામ, તેમનો ચહેરો ક્યારેય નહીં ભૂલે. 25 જૂન 1975ની રાત્રે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી હતી. કટોકટીના સમયમાં દેશને સંજય ગાંધીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. બળજબરીથી નસબંધી, ઝુંપડપટ્ટી પર બુલડોઝર, અખબારો પર સેન્સરશીપ... બધુ ક્રૂરતાથી લાગુ કરાવ્યું. તે સમયે પુલિત્ઝર એવોર્ડ વિજેતા પત્રકાર લુઈસ એમ. સિમેન્સ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના સંવાદદાતા તરીકે દિલ્હીમાં હતા. એ દરમિયાન અમેરિકાના આ અખબારમાં સિમેન્સનો એવો અહેવાલ છપાયો હતો કે કટોકટી પહેલાં એક ડીનર પાર્ટી દરમિયાન સંજય ગાંધીએ તેમના માતા ઇન્દિરા ગાંધીને થપ્પડો ઝીંકી દીધી હતી. ઇન્દિરાને પુત્રના હાથે થપ્પડ પડી તે વાતનો ઉલ્લેખ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરે તેમના પુસ્તક - ઇમર્જન્સીની ઇનસાઈડ સ્ટોરીમાં કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...