તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મનો બદલો 22ને ગોળી મારી લીધો, બે વાર સાંસદ બન્યાં, ગોળીથી જ અંત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુપીના ઝાલૌનમાં જન્મેલ ફૂલનનાં 10 વર્ષની ઉંમરે જ લગ્ન થયાં હતાં. લગ્ન ટક્યાં નહીં. કહેવાય છે કે ઠાકુરોની ગેંગે ફૂલનનું અપહરણ કરી બેહમઈમાં તેની સાથે દુષ્કર્મ કર્યું. તેના પછી ફૂલન ડાકુઓની ગેંગમાં જોડાઈ ગઈ. 1981માં ફૂલન બેહમઈ પાછી ફરી અને 22 ઠાકુરોને લાઈનમાં ઊભા કરી ગોળી મારી દીધી. આત્મસમર્પણ બાદ 1994માં ફૂલન જેલથી છૂટી ગઈ. 1996માં સપામાંથી મિરઝાપુરથી સાંસદ બની. 1999માં ફરી જીતી. 25 જુલાઈ 2001ના રોજ  ફૂલનના ઘરના દરવાજા પાસે ગોળી મારી હત્યા કરાઈ.
 
અન્ય સમાચારો પણ છે...