રાજનીતિ / રાહુલ ક્યારેય મોદીની છબીને મિટાવી નહીં શકે, આ વંશવાદીના દિવાસ્વપ્ન જેવું છેઃ જેટલી

Rahul can not erase the image of Modi, it's like a dastardly dream: Jaitley

  • જેટલીએ બ્લોગમાં લખ્યું, મોદી દેશના 70 ટકા લોકોની પસંદ, કોંગ્રેસ વર્ષોથી ભ્રષ્ટાચારમાં ડૂબી 
  • તમે (રાહુલ ગાંધી) એવા વ્યક્તિની છબીને કેવી રીતે ખરાબ કરી શકો છો, જેની ખ્યાતિ આજે ટોચ પર છે 

divyabhaskar.com

May 04, 2019, 03:40 PM IST

નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, રાહુલ ગાંધી ક્યારેય નરેન્દ્ર મોદીની ઇમાનદાર છબીને મિટાવી નહીં શકે. આ એક વંશવાદી દ્વારા દિવસમાં સપના જોવા જેવું છે. દેશના 70 ટકા લોકો મોદીને ઇચ્છે છે. તે રાહુલ ગાંધીને 20 ટકા લોકો પણ પસંદ નથી કરતા. કોંગ્રેસ પરિવાર વર્ષોથી ભ્રષ્ટાચારમાં ડૂબેલું રહ્યું છે. એક વંશવાદીનો પ્રોપેગેન્ડ ક્યાંક કોંગ્રેસ પર જ ભારે ના પડી જાય.

જેટલીએ બ્લોગમાં લખ્યું: ગાંધી પરિવારની અંદર શરૂઆતથી એ ભાવના રહી છે કે, કે તેઓ રાજ કરવા જ પેદા થયા છે. 2014ની ચૂંટણી તેમના માટે મોટો ફટકો હતી અને રાહુલ ગાંધીનું મોદી સાથે બદલો લેવાનું સપનું ક્યારેય પુર્ણ નહીં થઇ શકે. ક્યાંક તે કોંગ્રેસ વિરૂદ્ધ જ સાબિત ના થઇ જાય. ગુરૂવારે રાહુલે કહ્યું હતું કે, તેઓ મોદીની છબી મિટાવી દેશે. મારો સવાલ છે કે, તમે એવા વ્યક્તિની છબી કેવી રીતે મિટાઇ શકો છો, જે આજે ખ્યાતિના ઉચ્ચ સ્તરે અને ઇમાનદાર છે. આ કોઇ વંશવાદી દિવસે સપના જોઇ રહ્યો હોય તેવું લાગે છે.

વંશવાદી પોતાની યોગ્યતા નક્કી કરે છે
જેટલીએ કહ્યું કે, વંશવાદી પોતાના વિવેકથી પોતાની યોગ્યતા નક્કી કરે છે અને પોતાની છબી બનાવી લે છે. પોતાના માટે ખુદ અહંકારવાદી મત બનાવે છે. હંમેશા એવા લોકોને સાથે રાખે છે, જે બસ તેઓને જ સાંભળે. અહંકારમાં આવીને રાહુલે ચાર મહિના પહેલા કહી દીધું કે, મોદી વારાણસીથી ચૂંટણી હારી રહ્યા છે અને ભાજપની સીટો ઘટી જશે.X
Rahul can not erase the image of Modi, it's like a dastardly dream: Jaitley
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી