તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામ ગુજરાતમાંં પણ વોટ આપશે મધ્ય પ્રદેશમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામમાં જેટલા પણ લોકો મોબાઇલ ફોન વાપરે છે એ બધાય ગુજરાતનું જ નેટવર્ક વાપરે છે - Divya Bhaskar
ગામમાં જેટલા પણ લોકો મોબાઇલ ફોન વાપરે છે એ બધાય ગુજરાતનું જ નેટવર્ક વાપરે છે
  • છોટાઉદેપુર પાસે આવેલું સાજનપુર ગામ સત્તાવાર રીતે ગુજરાતમાં નથી 

સંજય ભાટીયા, સંખેડા: સમગ્ર ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ચુંટણી યોજાશે પણ છોટાઉદેપુર  નજીકનું સાજનપુર ગામમાં તા.19મી મેના રોજ મતદાન થશે. સાજનપુર ગામ ગુજરાતની સરહદમાં આવેલું છે. મધ્યપ્રદેશના અલિરાજપુરના  સાજનપુરની કોઇ સરહદ મધ્યપ્રદેશને સ્પર્શતી નથી. સાજનપુર ગામ મધ્યપ્રદેશનું હોવા છતાં ગુજરાત રાજ્યમાં આવેલું છે.

અલિરાજપુરના કલેક્ટર શમીમઉદ્દીનના જણાવ્યા મુજબ, ‘સાજનપુર ગામમાં 19 મી મે ના રોજ ચુંટણી યોજાશે. જુની રિયાસત હતી ત્યારથી આ ગામ મધ્યપ્રદેશમાં છે. ચુંટણીની કામગીરી અલિરાજપુરથી થાય છે.’ સાજનપુર ગામના સરપંચ ગમજીભાઇએ જણાવ્યું કે,‘ગામ મધ્યપ્રદેશમાં  છે. પણ ગામની ચારેય બાજુએ માત્ર ગુજરાતના ગામો છે.

અહિંથી મધ્યપ્રદેશ જવાના જે રસ્તા છે એમાંથી એક વાયા રંગપુર-ફેરકૂવાનો છે.  ત્યાંથી મધ્યપ્રદેશની હદ આઠ કિલોમીટર થાય છે. લોકવાયકા પ્રમાણે અલિરાજપુરના રાજાએ સાજનપુરને પોતાની પાસે જ રહેવા દીધું હતું, એટલે આઝાદી પછી પણ આ ગામ ગુજરાતમાં હોવા છતાં  મધ્યપ્રદેશનું રહ્યું છે.’ 

માત્ર બોર્ડ જ હિન્દી ભાષામાં દેખાય: છોટાઉદેપુર જિલ્લાના ગામો સાજનપુરને સ્પર્શે છે. આ ગામમાં હિન્દી અને ગુજરાતી બન્ને ભાષા બોલાય છે. અહીં આવ્યા બાદ માત્ર બોર્ડ જ હિન્દી ભાષામાં દેખાય બાકી બધુ છે તો બધુ ગુજરાત જેવું જ. ગામમાં અભ્યાસનું માધ્યમ હિન્દી ભાષામાં છે.