લોકસભા / રાહુલ ગાંધી આજે અને 19મીએ ગુજરાતમાં, મોદી 17મીએ

રાહુલ ગાંધીની ફાઈલ તસવીર
રાહુલ ગાંધીની ફાઈલ તસવીર

  • પ્રિયંકાના કાર્યક્રમનું આયોજન થતું નથી

Divyabhaskar.com

Apr 15, 2019, 12:48 AM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17મીએ ગુજરાતમાં રાત્રિ રોકાણ કરીને સતત બે દિવસ ગુજરાતમાં જાહેર સભાઓ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પણ ફેરફાર છે. ગાંધી તા. 15મીએ ગુજરાત આવશે, 20મી એપ્રિલને બદલે હવે 19મીનો કાર્યક્રમ છે. 18મીની રાત્રિ ગુજરાતમાં રોકાશે. ચૂંટણીમાં દેશના બે ટોચના નેતાઓ મોદી, રાહુલ ગુજરાતમાં રોકાશે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યથાવત છે, રાહુલ 15મીએ ભાવનગરના મહુવા તાલુકાના આસરાણા ચોકડી નજીક આવશે. આ પછી રાહુલ 18મીએ ગુજરાતમાં આવશે. 18મીએ જૂનાગઢના વંથલી અને કચ્છના ભૂજમાં જાહેર સભા સંબોધશે. આ પછી તેઓ 18મીની રાત્રિ ગુજરાત રોકાણ કરશે અને 19મીએ બારડોલીમાં સભાને સંબોધશે તેમ કોંગ્રેસના સુત્રોનું કહેવું છે.

પ્રિયંકાના કાર્યક્રમનું આયોજન થતું નથી: કોંગ્રેસના નેતાઓ, ઉમેદવારોની માગ પ્રિયંકા ગાંધીની બે જાહેર સભા કે રોડ-શો થાય તેવી છે. પણ, પ્રિયંકાના કાર્યક્રમનું આયોજન થઇ શકતું નથી. કારણ કે, 19 સુધી રાહુલ ગુજરાતમાં છે, આ પછી પ્રચારના છેલ્લા દિવસ 21મીએ મોદી ગુજરાતમાં છે ત્યારે પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ કઇ રીતે ગોઠવવો તેનું આયોજન કોંગ્રેસ કરી શકતું નથી.

X
રાહુલ ગાંધીની ફાઈલ તસવીરરાહુલ ગાંધીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી