તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ભાજપને સમર્થનમાં આપ્યું, પીએમ મોદીને ટેગ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા પીએમ મોદી સાથે (ફાઈલ) - Divya Bhaskar
રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા પીએમ મોદી સાથે (ફાઈલ)

અમદાવાદઃ આઇપીએલમાં વ્યસ્ત રવીન્દ્ર જાડેજાએ સોમવારે ટ્વિટર પર ‘આઈ સપોર્ટ બીજેપી’ તેમજ તેમના પત્નીનું નામ લખી ટ્વિટ કર્યું છે. તેમના બહેન નયનાબા હજુ 24 કલાક પહેલાં જ કોંગ્રેસમાં ભળ્યા હતા ત્યારે તુરંત રવીન્દ્રની આ પ્રતિક્રિયા પરિવારમાં ચાલી રહેલા ક્લેશનું સૂચક છે તેવી ચર્ચા ઊઠી છે. 

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને સોમવારે જ જેમને વર્લ્ડ કપની ટીમમાં સમાવાયા છે તે રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા થોડા સમય પહેલા જ ભાજપમાં ભળ્યા હતા. ચૂંટણી પહેલા પક્ષમાં ભળ્યા બાદ એવી પણ જોરશોરથી ચર્ચા ઊઠી હતી કે, રિવાબાને ભાજપ સાંસદની ટિકિટ આપશે જો કે ત્યારબાદ પૂનમબેન રિપીટ થતા એ થિયરી ખોટી ઠરી હતી. તો રિવાબાને પણ પોતે આ નિર્ણયથી નારાજ ન હોવાનું જાહેર કર્યું હતું.

ચૂંટણી સમયે જ રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ જાહેરાત કરી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે! રવિવારે રવીન્દ્ર  જાડેજાના પિતા અનિરૂધ્ધસિંહ અને બહેન નયનાબા પક્ષમાં જોડાયા હતા. દિવ્ય ભાસ્કરે નયનાબાને પ્રશ્ન કર્યો હતો કે તેમના ભાભી ભાજપમાં છે અને તેઓ કોંગ્રેસમાં આવું કેમ? જેના જવાબમાં કહ્યું હતું કે, તે બંનેના વિચારો અલગ અલગ છે એટલે તેઓ રિવાબા ભાજપ અને પોતે કોંગ્રેસમાં જોડાયા છે.

એવો પ્રશ્ન કરાયો હતો કે, નણંદ ભોજાઈ અલગ અલગ પક્ષમાં છે તે મામલે રવીન્દ્ર જાડેજાનું શું કહેવું છે તે મામલે નયનાબાએ જણાવ્યું હતું કે ‘રવીન્દ્રનો શિડ્યૂલ હાલ બહુ વ્યસ્ત છે એટલે વાત થઇ શકી નથી તે થોડો ફ્રી થશે એટલે તેની સાથે વાત કરશે.’ આ વાતને 24 કલાક પણ નથી થયા ત્યાં જાડેજાએ ટ્વિટ કર્યું કે ‘આઈ સપોર્ટ બીજેપી’ આ ઉપરાંત તેમાં પોતાના પત્નીનું નામ પણ લખ્યું હતું. 

નણંદ-ભોજાઈની રાજકીય જુગલબંધી:  જાડેજાના બહેન નયનાબાએ ભાભી સાથે કોઈપણ મતભેદ હોવાનો ઈનકાર કર્યો હતો. રવિવારે ભાસ્કર સાથેની વાતચીતમાં તેમને પ્રશ્ન કરાયો કે ભાભી રીવાબાને જીતના અાશીર્વાદ આપશો? ત્યારે થોડું હસ્યા બાદ કહ્યું હતું કે નણંદ મોટા હોય ત્યારે તેમના આશીર્વાદ હંમેશના માટે ભાભીની સાથે જ હોય છે.

I support BJP.@narendramodi #rivabajadeja jai hind 🇮🇳 pic.twitter.com/GXNz5o07yy

— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019
અન્ય સમાચારો પણ છે...