બોલતી બંધ / સવારે 11 વાગ્યે સુપ્રીમની ફટકાર, 3 વાગ્યે યોગી-માયા પર અને રાત્રે આઝમ-મેનકા સામે ECની કાર્યવાહી

Divyabhaskar.com

Apr 16, 2019, 02:11 AM IST
માયાવતી, યોગી, આઝમખાન અને મેનકા ગાંધી પર ચૂંટણીપંચની કાર્યવાહી
માયાવતી, યોગી, આઝમખાન અને મેનકા ગાંધી પર ચૂંટણીપંચની કાર્યવાહી

  • અલી-બજરંગબલીવાળા નિવેદન પર યોગીને 72 કલાક અને માયાને 48 કલાક સુધી પ્રચાર પર રોક, ટ્વિટ-ઇન્ટરવ્યૂ પર પણ પ્રતિબંધ

નવી દિલ્હી: ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીમાં પહેલાવાર લોકોને ધર્મના આધારે વહેંચીને મત ઉઘરાવવાની રાજનીતિ પર પ્રહાર કર્યો છે. પંચે સોમવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 72 કલાક અને બસપાના વડાં માયાવતીને 48 કલાક સુધી પ્રચાર નહીં કરવાનો નિર્દેશ કર્યો હતો. જો તે પ્રચાર કરશે તો તેમની વિરુદ્ધ કેસ દાખલ કરાશે.

આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે, યોગી 16, 17 અને 18 એપ્રિલે પ્રચાર નહીં કરી શકે, જ્યારે માયાવતી 16 અને 17 એપ્રિલે ચૂંટણીસભામાં નહીં જઈ શકે. એટલે કે 18 એપ્રિલે થનારા બીજા તબક્કાના મતદાન સુધી ઉત્તરપ્રદેશના બંને મોટા નેતા પ્રચારમાંથી બહાર રહેશે. આ દરમિયાન તેઓ ટિ્વટ પણ નહીં કરી શકે અને ઈન્ટરવ્યૂ પણ નહીં આપી શકે.

સુપ્રીમકોર્ટે સોમવારે સવારે યોગી અને માયાવતીનાં ભાષણોની ટીકા કરી હતી. આ મુદ્દે ચૂંટણીપંચને ફિટકાર લગાવીને પૂછાયું હતુંકે, તમે હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરી? પંચે કહ્યું હતું કે અમે નોટિસ ફટકારી હતી, જેના જવાબમાં બંને નેતાએ ભડકાઉ ભાષણ નહીં કરવાની ખાતરી આપી હતી.

બપોરે યોગી-માયા પર પ્રતિબંધ: અલી-બજરંગબલીવાળા નિવેદન પર યોગીને 72 કલાક અને માયાને 48 કલાક સુધી પ્રચાર પર રોક, ટ્વિટ-ઇન્ટરવ્યૂ પર પણ પ્રતિબંધ

..અને રાત્રે આઝમ-મેનકા પર પ્રતિબંધ: મુસ્લિમવાળા નિવેદન અંગે મેનકા ગાંધી પર 48 કલાક અને આઝમખાન પર જયા પ્રદાના નિવેદન માટે 72 કલાક સુધી પ્રચાર પર રોક

આ નિવેદનોથી વિવાદ થયો હતો

માયાવતી: મુસ્લિમ સમાજને કહેવા માંગું છું કે તેઓ વોટના ભાગલા ન કરે. બજરંગબલી પણ અમારા અને અલી પણ અમારા છે.

યોગી આદિત્યનાથ: સપા-બસપા-કોંગ્રેસને અલી પર ભરોસો છે તો અમને પણ બજરંગબલી પર ભરોસો છે. તેઓ એ વાત માની ચૂક્યા છે.

આઝમ ખાન: રામપુરવાળાને જેની વાસ્તવિકતા સમજતા 17 વર્ષ લાગ્યા.હું 17 મિનિટમાં ઓળખી ગયો કે તેમનો ...... ...... ખાખી છે.

મેનકા ગાંધી: હું તો જીતી જ રહી છંુ. તમે વોટ નહીં આપો તો પછી જોઈ લેજો, હું શું કરું છું. હું કોઈ મહાત્મા ગાંધીની સંતાન નથી.

એક્સપર્ટ વ્યૂ: પંચ કોઈને પણ સજા કરી શકે છે- આચારસંહિતાના ઉલ્લંઘન પર ચૂંટણીપંચે કરેલી કાર્યવાહીની ભારે અસર પડે છે. તેનાથી પ્રચાર વખતનો માહોલ સ્વચ્છ રહે છે. ચૂંટણીપંચ પાસે અનેક હક છે. કોઈ પણ પ્રકારનાં ભડકાઉ ભાષણ અને ધાર્મિક વાત મુદ્દે સજાની જોગવાઈ છે. પંચ કોઈ પણ વ્યક્તિ સામે કેસ દાખલ કરી શકે છે અને સજા પણ ફટકારી શકે છે. સુપ્રીમકોર્ટનો એક ચુકાદો છે, જો કોઈ નેતા ધર્મ કે જાતિના આધારે મત માંગે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે.

ચૂંટણીપંચ પાસે તથ્યો હોય છે, જેના આધારે તે નક્કી કરી શકે કે કેટલી કડક કાર્યવાહી કરવી જોઈએ. નેતાઓનાં વિવાદિત નિવેદનોની ફરિયાદ મુદ્દે પંચ 24 કલાકમાં ખુલાસો માગી શકે છે. પંચ સંબંધિત વીડિયો માંગે છે. એ બધું જ જોઈને પંચ એક્શન લે છે. રાજકારણ અલગ મુદ્દો છે, નેતાઓ જીતવા બધું જ કરી છૂટે છે પરંતુ ચૂંટણી પંચ ન્યાયિક સંસ્થા છે. તે બધાં તથ્યો સામે રાખીને 360 ડિગ્રી તપાસ કર્યા પછી નિર્ણય લે છે. -ઓ.પી. રાવત -પૂર્વ ચૂંટણી કમિશનર

X
માયાવતી, યોગી, આઝમખાન અને મેનકા ગાંધી પર ચૂંટણીપંચની કાર્યવાહીમાયાવતી, યોગી, આઝમખાન અને મેનકા ગાંધી પર ચૂંટણીપંચની કાર્યવાહી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી