તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીના ભાજપના ઉમેદવારને ખેડૂતોએ તતડાવ્યા, સભા ઝડપથી પુરી કરવી પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રભુ વસાવાએ ખેડૂતોને સમજાવવાનો પ્રાયસ કર્યો - Divya Bhaskar
પ્રભુ વસાવાએ ખેડૂતોને સમજાવવાનો પ્રાયસ કર્યો
  • નોટીસો સહિત પુરાવા લઈને આવેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો
  • વીડિયોમાં વસાવા ખેડૂતોને સમજાવવા અજીજી કરતા પણ નજરે પડ્યા

સુરતઃ તાપી જિલ્લાના વ્યારાના લાહણી ગામમાં ગત રોજ ચૂંટણી પ્રચાર અર્થે બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવા ગયા હતા. અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં પ્રભુ વસાવાને ખેડૂતોએ બરાબર ભીંસમાં લઈ તતડાવ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.જેમાં પ્રભુ વસાવા ઝડપથી સભા પુરી કરી રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

વિરોધનો કડવો ઘૂંટડો ભરવો પડ્યો

લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉનશરૂ થઈ ગયું છે. ઉમેદવારો મતદાતાઓને રિજવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.  અને ઠેર-ઠેર ચૂંટણી સભાઓ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન ગત રોજ બારડોલી લોકસભાના ભાજપના ઉમેદવારને વિરોધનો કડવો ઘૂંટડો ભરવો પડ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વ્યારાના લાહણી ગામમાં પ્રભુ વસાવા દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જોકે, ખેડૂતોએ સવાલો કર્યા હતા કે, પાંચ વર્ષમાં પહેલી વાર દેખાયા છો, જમીન સંપાદન માટે ખૂંટા લાગી ગયા છે તો તમે ખેડૂતો માટે શું કર્યું? અને નોટીસો સહિત પુરાવા લઈને આવેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં પ્રભુ વસાવા ખેડૂતોને સમજાવવા અજીજી કરતા પણ નજરે પડ્યા હતા. જ્યારે ભાજપ ના બાકીના સ્થાનિક નેતાઓ રજુઆત કરવા આવેલા ખેડૂતો સાથે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા.