તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતમાં સભાઓ ગજવશે, વોટરપ્રૂફ મંડપની વ્યવસ્થા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે 3 અને આવતીકાલે 1 સભા
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કુલ ચાર સ્થળોએ સભા સંબોધશે તેમજ ગુજરાતની રાજકીય સ્થિતિ અંગે પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક પણ યોજશે. અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે હિંમતનગર જઇ 1 વાગે મોદી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે. પછી સુરેન્દ્રનગર ખાતે 3 વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. ત્યાંથી સાંજે 5 વાગે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે. બુધવારે રાત્રે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 18મીએ સવારે 9.30 કલાકે અમરેલી ખાતે જાહેર સભાને સંબોધન કરશે.
અન્ય સમાચારો પણ છે...