વડોદરા આવેલા કેન્દ્રીય રક્ષામંત્રીએ F-16 ન તૂટ્યાના દાવાને નકારી કાઢ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરફોર્સે તોડી પાડેલા એફ-16ના પુરાવા આપ્યા 
  • 5 વર્ષમાં વડોદરામાં થયેલી કામગીરી ગણાવી

વડોદરાઃલોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં વડોદરા આવેલા કેન્દ્રીય રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, ગત ફેબ્રુઆરી માસમાં ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનનું એફ-16 જ તોડી પાડ્યું હતું. અમેરીકાના મેગેઝીન દ્વારા એફ-16 ન હોવાના કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો હતો.

દેશમાં મોદી સરકારે ઉતમ કામ કર્યા

કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરીકાના મેગેઝીને એફ-16 પાકિસ્તાનમાં જ છે. તેવો દાવો કર્યો હતો. તેજ સાંજે એરફોર્સે સાંજે એફ-16ના તોડી પાડ્યાના પુરાવા આપ્યા હતા. તેઓએ ગત ફેબ્રુઆરી માસમાં પુલવામાં આર્મી ઉપર થયેલા હુમલાને આત્મઘાતી હુમલો ગણાવ્યો હતો. આ હુમલા બાદ આઇ.બી. તરફથી ઇમ્પુટ મળ્યા હતા કે, હજુ હુમલા થઇ શકે છે. આમ છતાં આપડે 12 દિવસ રાહ જોઇ હતી. પરંતુ, પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ઇન્ડિયન એરફોર્સ દ્વારા એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી.

આ ચૂંટણી વિશેષઃસિતારમન

કેન્દ્રીય રક્ષા મંત્રીએ જણાવ્યું કે, વર્ષ-2014ની જેવીજ 2019ની ચૂંટણી વિશેષ છે. કારણ કે, 2014માં ભ્રષ્ટાચારી સરકારને દૂર કરવા સામેની ચૂંટણી હતી. જ્યારે 2019ની ચૂંટણી છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારમાં થયેલી કામગીરીની ઉપલબ્દીઓ દેશ સામે રજૂ કરીને પુનઃ સરકાર બનાવવાની છે. અને દેશને સુરક્ષીત હાથમાં સોંપવાની છે.

અન્ય સમાચારો પણ છે...