તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં મનસુખ માંડવીયા અને રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન નિમિતે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન - Divya Bhaskar
વરાછામાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન નિમિતે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન
  • આ ચૂંટણીમાં નાના મોટા મનદુ:ખને ગણકાર્યા વગર મત આપજોઃ માંડવીયા
  • રૂપાલાએ કોંગ્રેસનાં લોકસભા ચૂંટણી ઢંઢેરા પર પ્રશ્નો ઉઠાવી પ્રહાર કર્યા

સુરતઃ વરાછા વિસ્તારમાં હીરાબાગ ખાતે ભાજપના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભામાં ભાજપનાં મનસુખ માંડવિયા અને પરષોતમ રૂપાલા હાજર રહ્યા હતા. અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

અભિનંદનને મુક્ત કરાવનારા મોદીની જરૂર છેઃ માંડવીયા

વરાછા વિધાનસભા વિસ્તારમાં હીરાબાગ ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન નિમિતે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાત્રે 10 વાગ્યા સુધીઆ ચૂંટણી સભા ચાલી હતી. જેમાં ભાજપના મનસુખ માંડવીયા અને પુરૂષોતમ રૂપાલા હાજર રહ્યાં હતાં. મનસુખ માંડવીયાએ સભામાં કહ્યું હતું કે, આ ચૂંટણીમાં નાના મોટા મનદુ:ખને ગણકાર્યા વગર મત આપજો. આ ચૂંટણી દેશનું ભાવિ નક્કી કરવાની છે. સર્જીકલ સ્ટ્રાઈક અને દેશના જવાનોના નામનો ઉલ્લેખ કરીને મનસુખ માંડવીયાએ ઉમેર્યું હતું કે, હજુ કાશ્મીરમાં સુરક્ષા જોઈતી હોય તો અભિનંદનને મુક્ત કરાવનારા મોદીની જરૂર છે. 

કોંગ્રેસમાંથી કોઈ વડાપ્રધાન પદનો દાવેદાર નથીઃ રૂપાલા

પરષોતમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ અને બાકીની જમાત પાસે નેતા જ નથી વડાપ્રધાન પદનો છતાં મત માંગવા આવ્યાં છે. છ-સાત દાયકાથી શાસન કરનારી કોંગ્રેસમાંથી કોઈ વડાપ્રધાન પદનો દાવેદાર નથી અને અન્ય પક્ષનાં શરદ પવાર નિવેદન આપે છે કે, રાહુલ ગાંધી વડાપ્રધાન પદની રેસમાં નથી. ત્યારે આટલી નબળી કોંગ્રેસ માત્ર નામ જળવાઈ રહે એટલા માટે જ ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત રૂપાલાએ લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષમાંથી પ્રાદેશિક પક્ષ બની રહેશે તેવો મત વ્યક્ત કર્યો હતો. 

ક્યાં વર્ગને ખુશ કરવાનો કોંગ્રેસનો એજન્ડા છે?: રૂપાલા

રૂપાલાએ કોંગ્રેસનાં લોકસભા ચૂંટણી ઢંઢેરા પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજદ્રોહની કલમ નાબૂદ કરવાની વાત કરે છે, કાશ્મીરમાં આફ્સાનો કાયદો રદ કરવાની વાત કરે છે, તો કોંગ્રેસ પક્ષને આ કાયદા-કલમ કોની માંગણીથી દૂર કરવાની વાત કરે છે અને ક્યાં વર્ગને ખુશ કરવાનો કોંગ્રેસનો એજન્ડા છે? 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વરાછા પાટીદારોનો ગઢ હોવાથી અને અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોનાં વિરોધ પ્રદર્શનને લઈને આ વખતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસઆરપી જવાન અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.