તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી ભાજપ ઉમેદવારની સુરતની માર્કેટમાં સિક્કાથી તુલા કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીએસટી આંદોલન જ્યાં જોવા મળ્યું હતું ત્યાં ભાજપનો આવકાર કરવામાં આવ્યો
  • સુરતની કાપડ માર્કેટો દ્વારા નવસારી ભાજપ ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું

સુરતઃ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વિવિધ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પ્રચારમાં નવસારી ભાજપ ઉમેદવાર પ્રચાર અર્થે આવતા સુરતની કાપડ માર્કેટમાં સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી ભાજપ ઉમેદવાર સીઆર પાટીલની ચલણી સિક્કાથી તુલા કરવામાં આવી હતી.

એક, બે અને પાંચના સિક્કાથી તુલા થઈ

જીએસટી આંદોલન જ્યાં જોવા મળ્યું હતું ત્યાં ભાજપનો આવકાર કરવામાં આવ્યો હતો. સુરતની કાપડ માર્કેટમાં જીએસટી બાદ સૌથી વધુ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં નવસારી ઉમેદવાર સીઆર પાટીલ સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો. દરમિયાન સુરતના જેજે માર્કેટના વેપારીઓએ પ્રચાર માટે આવેલા નવસારીના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલની 80થી 90 કિલો ચલણી સિક્કાઓ સાથે વજનકાંટા પર તુલા કરી હતી. જેમાં એક, બે અને પાંચના સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.