તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, ભાજપ પર પ્રહારો થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા - Divya Bhaskar
ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા
  • વિધાનસભા ચૂંટણીમાં ગામડાવાળાએ લડી લીધું પરંતુ શહેરવાળાએ રોકી લીધા હતાઃ પરેશ
  • મૂળભૂત સંસ્કાર મુજબનો શબ્દ પ્રયોગ કરી વિરોધીઓને ભાંડવાનો પ્રયાસ કરે છેઃ પરેશ

સુરતઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ચુક્યો છે ત્યારે સુરત, બારડોલી અને નવસારી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સભાઓ યોજાઇ છે. સામે પક્ષે કાર્યકર્તાઓ સાથે મિટિંગ અને ડોર ટુ ડોર પ્રચાર સિવાય કોંગ્રેસમાં કોઈ ખાસ સળવળાટ દેખાતો ન હતો. જોકે, મંગળવારે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પુણા -સીમાડા ખાતે યોજાનારા વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર રહ્યા હતા. અને ભાજપ પર પ્રહાર કરી બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીને જીતાડવા લોકોને આહવાન કર્યું હતું.

ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઇ છે

જીતુ વાઘાણીએ કોંગ્રેસ સામે કરેલા આક્ષેપનો વળતો જવાબ આપતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો મૂળભૂત સંસ્કાર મુજબનો શબ્દ પ્રયોગ કરી વિરોધીઓને ભાંડવાનો પ્રયાસ કરે છે. સત્યને છૂપાવવાનો પ્રયાસ કરે છે. દેશની પ્રજા જાગૃત થઇ છે. ચોકીદારને પ્રજા પૂછવા માંગે છે કે પેટ્રોલ ડિઝલના ભાવ સરખા થઇ ગયા. વડાપ્રધાને 1 રૂપિયાના 4 ડોલર થઇ જશે એવું કહ્યું હતું. પરંતુ હાલમાં 1 રૂપિયાના 74 ચૂકવવા પડે છે.

સત્તાનો દૂરપયોગ કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે

વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઉપયોગમાં લીધેલા શબ્દો ભાજપની નિમન સ્તરની રાજનિતી છે. ભાજપના સંસ્કાર જાહેરમાં પ્રગટ થઇ રહ્યા છે. ભાજપના નેતાઓના વાણીવિલાસ એ હારની સ્વકૃતિ કરે છે.સત્તાના મધમાં ભાન ભૂલેલા શાસકો ક્યાંક ભયમાં , ભ્રમમાં અને ભ્રષ્ટાચારથી સરકારને બચાવવાના હવિતાયા મારી રહી છે. લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે. દેશની લોકશાહી ખતરામાં છે. લોકશાહીને બચાવવા માટે સત્તા પરિવર્તનનું દેશની પ્રજાએ સંકલ્પ કર્યો છે. સત્તામાં બેઠેલા લોકો સત્તાનો દૂરપયોગ કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે.

23મી તારીખે સાગમટે મતદાન કરજો

વધુમાં જણાવ્યું હતું કે, 2019 નો રણ સંગ્રામ એ દેશનું સંવિધાન બચાવવાનો સંગ્રામ છે. ડરવાની જરૂર નથી લડજો અને 23મી તારીખે સાગમટે મતદાન કરજો. વિધાનસભા ચૂંટણીમાં ગામડાવાળાએ લડી લીધું પરંતુ શહેરવાળાએ રોકી લીધા હતા. વડનગરવાળાએ સુરતને સિંગાપોર બનાવવાની વાત કરી હતી બન્યું...લોકોએ કહ્યું નહીં..નહીં. 2014 માં વડનગરવાળાએ વાયદા કર્યા હતા એ થયું...લોકોએ કહ્યું ચોર..ચોર..ચોર.

જીતુભાઈએ જે જમીનનું પાણી પીધું છે તેનું મે પણ પીધું છે

બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, જો તુષાર ચૌધરી બારડોલી લોકસભા બેઠક જીતશે તો વરાછામાં સરકારી કોલેજ અપાવશે.સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાએ જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદનને લઈ ચિમકી આપતા જણાવ્યું હતું કે, જીતુ વાઘાણીની ધમકીથી અમે ગભરાતા નથી. જે જમીન પર જીતુભાઈએ પાણી પીધું છે એ જ જમીનનું પાણી અશોક અધેવાડાએ પણ પીધું છે. શાંતિથી રહેજો નહીં તો જીતુભાઈ વાતો કરે છે એ અમે કરીને બતાવીશું.