તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Including 1 Patidar, 3 Muslim A 16th Candidate Will Contest Against Amit Shah In Gandhinagar

અમિત શાહ સામે ત્રણ મુસ્લિમ અને માત્ર એક જ પાટીદાર સહિત 16 ઉમેદવાર મેદાનમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં રોડ શો દરમિયાન અમિત શાહ - Divya Bhaskar
અમદાવાદમાં રોડ શો દરમિયાન અમિત શાહ
  • ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો સાક્ષી પઠાણ ફિરોઝ ખાન સઈદ ખાન અપક્ષ ઉમેદવાર
  • છેલ્લા દિવસે પાંચ પાટીદારોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા
  • અમિત શાહ સામે એક મુસ્લિમ મહિલા પણ ચૂંટણી જંગમાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 23 એપ્રિલે યોજાનારા મતદાનને લઈ આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આજે(8 એપ્રિલ) દેશની હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક એવી ગાંધીનગર લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. આમ હવે શાહ સામે એક પાટીદાર અને ત્રણ મુસ્લિમ ઉમેદવારો સહિત 16 ઉમેદવાર ચૂંટણી લડશે, જેમાં એક મુસ્લિમ મહિલા નો પણ સમાવેશ થાય છે. આમ કુલ ગાંધીનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં 17 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 

માત્ર એટલું જ નહીં, આ બેઠક પર ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો સાક્ષી એવો પઠાણ ફિરોઝ ખાન સઈદ ખાન પણ ચૂંટણી લડી રહ્યો છે. જ્યારે દિલીપ સાબવા સહિત પાંચ પાટીદારોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે.

ગાંધીનગર બેઠકના ફાઈનલ ઉમેદવારોની યાદી

ઉમેદવાર પક્ષ
અમિત શાહ ભાજપ
ડૉ.સી.જે.ચાવડા કોંગ્રેસ
જયેન્દ્ર રાઠોડ બીએસપી
ચંદ્રપાલ હસમુખ પીપલ્સ પાર્ટી ઓફ ઇન્ડિયા
નરેન્દ્ર ત્રિવેદી જન સત્યપથ પાર્ટી
પટેલ અમરીશ હિન્દુસ્તાન નિર્માણ દલ
મકવાણા પ્રકાશ ગરવી ગુજરાત પાર્ટી
રાઠોડ ભોગીભાઇ બહુજન મુક્તિ પાર્ટી
રાહુલ મહેતા રાઇટ ટુ રિકોલ પાર્ટી
એન.ટી.સેંગલ બહુજન સુરક્ષા દલ
ખોડાભાઈ દેસાઈ અપક્ષ
શેખ શાહીનબાનુ અપક્ષ
પઠાણ ફિરોઝ ખાન અપક્ષ
મકવાણા અનિલકુમાર અપક્ષ
મહેન્દ્રભાઈ પટની અપક્ષ
રાઠોડ વાલજીભાઇ અપક્ષ
વોરા અલી મહમદ અપક્ષ