તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gujarat Chief Minister Announcement To Two Lac Help Who Death In Rain In Valsad Rally

માવઠાંમાં મોતને ભેટેલાને બે-બે લાખની રાજ્યસરકારની સહાયની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં ચૂંટણીની સભાને સંબોધતા વિજય રૂપાણી કોંગ્રેસને આડેહાથ લીધી હતી. - Divya Bhaskar
વલસાડમાં ચૂંટણીની સભાને સંબોધતા વિજય રૂપાણી કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
  • મુસ્લિમોને કોંગ્રેસ માત્ર મતના મશીન જ ગણ્યાં
  • સિદ્ધુનું નિવેદને કોંગ્રેસની કોમી માનસિકતા છતી કરી 

સુરતઃવલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભા યોજાઈ હતી. સભામાંને સંબોધન કરતાં વિજય રૂપાણીએ કોંગ્રેસ દ્વારા મુસ્લિમોના થતાં તુષ્ટિકરણ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,સચ્ચર કમિટીના રિપોર્ટ બાદ સાબિત થઈ ગયું છે કે, કોંગ્રેસ મુસ્લિમોને માત્ર મત માટેના મશીન જ ગણ્યા છે. કોંગ્રેસે મુસ્લિમોનો કોઈ વિકાસ જ કર્યો નથી. સાથે મુખ્યમંત્રીએ માવઠાંના કારણે મોતને ભેટેલા લોકો માટે 2-2 લાખની સહાયની જાહેરાત કરવાની સાથે સર્વે બાદ નુકસાનની સહાય કરવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસ પાસે મુદ્દો નથીઃરૂપાણી

વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે આ લોકસભામાં કોઈ ચૂંટણીનો મુદ્દો જ રહ્યો નથી. એટલે ફરી પાછા હતા ત્યાં મુસ્લિમોની તુષ્ટિકરણ કરવા પહોંચ્યાં છે.સિદ્ધુના નિવેદન બાદ ફરી સાબિત થયું છે કે, કોંગ્રેસને જાતિવાદ, જ્ઞાતિવાદ અને સમાજમાં ભાગલા પાડવા સિવાય કોઈ કામ નથી. લઘુમતિઓને ખુશ કરવા માટે સિદ્ધુએ કહ્યું. અને ઘુસણખોરોને ફાયદો કરાવવા સિવાય કોંગ્રેસ પાસે કશુ જ કામ નથી. ઈમરાન ખાનની દોસ્તીના નામે સિદ્ધુ પાકિસ્તાનની દલાલી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં નૌટંકી કરે છે. પુલવામાં બાદ પણ સિદ્ધુના નિવેદનથી દેશ તેની નીતિ રીતિ જાણી ગયો છે.