તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર બેઠક પર પ્રચાર ફિક્કો દેખાતાં શાહે જીતુભાઈને ડેમેજકંટ્રોલની સૂચના આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈએ શાહના કાર્યાલય પર કાર્યકરો સાથે રાતે 2-2 વાગ્યે બેઠકો શરૂ કરી 

ઈલેક્શન ડેસ્કઃ લોકસભા ચૂંટણીને ગણ્યાં દિવસો બાકી છે છતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે જે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરી છે ત્યાં પ્રચાર-પ્રસારમાં અસંતુષ્ટ કાર્યકરો દેખાતાં નથી. આ અંગે ભાજપના વિશ્વનીય સુત્રો પાસેથી માહિતી મળી છે. પ્રચાર ફિક્કો લાગતાં અમિત શાહે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આ અંગે સૂચના આપી હતી. ત્યારબાદ જીતુ વાઘાણી રાત્રે 2-2 વાગ્યે કાર્યલાય પર જઈ બેઠકો શરૂ કરી છે. આ સાથે ભાજપના અસંતુષ્ટ કાર્યકરોમાં ડેમેજકંટ્રોલ શરૂ કર્યું છે. 

અસંતુષ્ટો ભાજપના પ્રચારમાં ડોકાતાં જ નથી

રાજકીય સુત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે તમામ બેઠકોની સમીક્ષા કરી હતી. જેમાં અસંતુષ્ટો પર વૉચ રાખવા પણ સૂચના આપી છે. 26માંથી સુરેન્દ્રનગર, પંચમહાલ, મહેસાણા, અમદાવાદ, જામનગર અને સાબરકાંઠા બેઠક પર અસંતુષ્ટોની સંખ્યા વધારે છે. ભાજપના અસંતુષ્ટો અત્યારથી જ નિષ્ક્રિય બની ચૂંટણી પ્રચારમાં ડોકાતાં જ નથી. જ્યારે રાજકીય બદલો લેવા કોંગ્રેસના ઉમેદવારોને સપોર્ટ કરી રહ્યા છે. 

રિપિટ સાંસદોથી કાર્યકરોમાં નારાજગી

ભાજપે હારના ડરે ઘણી બેઠક પર સાંસદો રિપિટ કર્યા છે. જેનાથી કાર્યકરોમાં ભારે નારાજગી છે. હાઈકમાન્ડે કાર્યકરોની ફરિયાદો ન સાંભળતા રોષ જોવા મળી રહ્યો છે. જોકે ડેમેજકંટ્રોલ પર ભારે મથામણ ચાલી રહી છે. ઉપરાંત હાઈકમાન્ડ બાજનજરે વૉચ ગોઠવીને બેઠું છે.