તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Loksabha Election: Congress President Rahul Gandhi Addresses Public Meeting In Bardoli Bajipura

રાહુલ ગાંધી બારડોલીના બાજીપુરા ખાતે સભા સંબોધશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર - Divya Bhaskar
રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

સુરતઃ લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બારડોલીમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં. રાહુલ ગાંધીએ મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે, ચોકીદાર ચોર તો છે જ પણ હવે અંબાણીના ઘરે જોવા મળે છે. ગરીબોના કે ખેડૂતોના ઘરે ક્યારે દેખાતા નથી. મોદીની યોજનાઓ અને વાયદાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોટા મોટા વાયદાઓ આપી દીધા જેમાંથી કશું જ મળ્યો નથી.મોદી 15 અમીરોના ચોકીદાર છે તો હું ગરીબો અને ખેડૂતોનો ચોકીદાર છું તેમ રાહુલ ગાંધીએ કહ્યુ હતું.

બેંકમાં એક રૂપિયો ન આવ્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં એક રૂપિયો પણ આવ્યો નથી. અગાઉ 15 લાખ રૂપિયા લોકોના ખાતામાં આપવાની વાતો કરી હતી. નોટબંધી કરીને બાદમાં ગબ્બરસિંહ ટેક્સ લગાવી દેનારા મોદીએ ગરીબો, નાના વેપારીઓ અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. અમારી સરકાર બનશે એટલે અમે આપેલા એક એક વાયદાઓ પુરા કરીશું. અને લોકોના ખાતામાં સીધા જ 72 હજાર જમા કરાવીને ગરીબોને સાચા અર્થમાં મદદ કરીશું. 

રાહુલ સામે થયેલા આક્ષેપ અંગે નિવેદન આપ્યું

રાહુલ સામે થયેલા આક્ષેપ અંગે અહેમદ પટેલે પત્રકારે સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, મોદી નામના લોકો ચોર છે રાહુલ આવું ક્યારેય કહ્યું નથી. પરંતુ આ શબ્દને ગોળ ગોળ ફેરવીને રજૂ કરવામાં આવ્યો છે. રાહુલે અને કોંગ્રેસે આવી વાત ક્યારેય પણ કરી નથી. વિદેશી ભાગી ગયેલા ને કોઈ બહાર ચાલ્યું ગયું હોય અને તેની સરનેમ મોદી છે તે વાત અલગ છે. એટલે કોઈ પણ વખતે કોઈ પણ કોમ્યુનિટી વિશે આલોચના ક્યારેય પણ કોંગ્રેસ કરતી નથી.

અમે વાયદા પુરા કર્યા

છતિસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ ગણતરીના સમયમાં ખેડૂતોના દેવા માફ કરી દીધાં હતાં. ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું. અને તાત્કાલિક તે પુર્ણ કર્યું. પરંતુ ભાજપ સરકાર એક પણ વચન નિભાવતી નથી. ઉપરથી ગરીબોના રૂપિયા અમિરોની તિજોરીમાં કેમ જાય તે જુએ છે. રાફેલમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. ભ્રષ્ટાચારીઓ દેશ બહાર જતાં રહ્યાં પરંતુ મોદી સરકાર તો ગરીબ અને ઈમાનદારોને ડરાવી રહી છે.