તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંભાના મોટા સરાકડીયા અને રાણીગપરાના મતદારોનો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનોએ મામલતદારને આવેદન પાઠવ્યું - Divya Bhaskar
ગ્રામજનોએ મામલતદારને આવેદન પાઠવ્યું
  • બંને ગામના 4 હજાર ગ્રામજનો આગામી લોકસભામાં મતદાન નહીં કરે

ખાંભા: ખાંભા તાલુકાના મોટા સરાકડીયા અને રાણીગપરા ગામના 4 હજાર જેટલા ગ્રામજનોએ લોકસભામાં મતદાનનો બહિષ્કાર કરવા માટે ખાંભા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સાથે જાણ કરી છે. ત્યારે બંને ગામના સરપંચની આગેવાનીમાં ખાંભા મામલતદારને જણાવ્યું હતું કે 2012માં રાણીગપરા નાની સિંચાઈ યોજના હેઠળ મોટા સરાકડીયા ગામ ખાતે ડેમ મંજૂર થયેલો હતો. ત્યારે આ ડેમનું ખાતમૃહુર્ત તે વખતના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં સામાન્ય કામ કરી આ ડેમનું કોઈ કારણોસર કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું. જ્યારે 2017 જ્યારે ફરી વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં બંને ગામના ખેડૂતો, કાર્યપાલક ઈજનેર, મામલતદાર, કોન્ટ્રાક્ટરની રૂબરૂ મિટિંગ બોલાવવામાં આવી હતી અને બાદમાં ખેડૂતોને વળતર પણ જાહેર કર્યું હતું. પરંતુ ખેડૂતોને વળતર તો આજદિન સુધી મળ્યું નથી અને કોન્ટ્રકટાર દ્વારા સ્થળ ઉપર લાખો રૂપિયાની મશીનરી હાલ મૂકી રાખી છે અને સામાન્ય ખોદકામ કરી કામ બંધ કરી આપ્યું છે.

અનેકવાર લેખિત-મૌખિક રજૂઆત કરાઇ: આ ડેમને લઈ અવારનવાર બંને ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા લાગતા વળગતા વિભાગને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આ કામ ચાલુ પણ થયેલું નથી અને ક્યાં કારણોસર કામ બંધ છે તેની જાણકારી પણ આપવામાં આવી નથી. ત્યારે મોટા સરાકડીયા અને રાણીગપરા ગામના સરપંચની આગેવાનીમાં આજે ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવવા આવ્યું હતું અને આગામી 23 એપ્રિલના લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)