તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં 990 થર્ડ જેન્ડર મતદારો પૈકી સૌથી વધુમાં વડોદરામાં 216 મતદારો નોંધાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2014ની ચૂંટણીમાં 285 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા હતા

વડોદરાઃ લોકસભાની ચૂંટણીમાં પુરૂષ મતદારો અને સ્ત્રી મતદારોની સાથો સાથ થર્ડ જેન્ડર મતદારોની પણ નોંધણી થઇ છે. જેમાં આ વખતે રાજ્યમાં 990 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે અને વડોદરા લોકસભા બેઠક વિસ્તારમાં 216 થર્ડ જેન્ડર મતદારો છે, તે રાજ્યમાં સૌથી વધુ છે, જ્યારે સૌથી ઓછા થર્ડ જેન્ડર બનાસકાંઠામાં માત્ર 4 છે.

ભરૂચમાં 41, પંચમહાલમાં 15, દાહોદમાં 16 અને છોટાઉદેપુરમાં 11 થર્ડ જેન્ડર મતદારો છે
મધ્ય ગુજરાતમાં લોકસભાની 5 બેઠક છે અને તેના માટે 51 દાવેદારો મેદાનમાં છે. મધ્ય ગુજરાતમાં 36.75 લાખ મહિલા મતદારો છે અને ત્રણ મહિલા ઉમેદવારો છે. જેમાં વડોદરામાં બે અને છોટાઉદેપુરમાં એક મહિલા ઉમેદવાર છે. જ્યારે થર્ડ જેન્ડર મતદારોમાં ભરૂચમાં 41, પંચમહાલમાં 15, દાહોદમાં 16 અને છોટાઉદેપુરમાં 11 મતદારો છે.

2014માં વડોદરા સંસદીય મત વિસ્તારમાં 26 થર્ડ જેન્ડર મતદારો હતાં
2014માં મધ્ય ગુજરાતમાં થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 63 હતી અને 2019માં તેમાં 153નો વધારો થયો છે. 2014માં પંચમહાલમાં 3, દાહોદમાં 4, છોટાઉદેપુરમાં 2 અને ભરૂચમાં 28 થર્ડ જેન્ડર મતદારો હતા.