ભારત યાત્રા ગ્રાઉન્ડ રિપોર્ટ / યુપી: ત્રિકોણીય મુકાબલામાં 4 બેઠકો પર ભાજપ આગળ

UP: BJP ahead of 4 seats in tri-match

divyabhaskar.com

Apr 24, 2019, 04:16 AM IST

ઇલેકશન ડેસ્ક : પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકાર ગિરિરાજ કિશોર હસતાં હસતાં કહે છે- જુઓ, નેહરુજીના દેહાંતને 50 વર્ષ થઇ ગયા અને તેઓ હજુ પણ મોદીજીને કામ નથી કરવા નથી દેતા. મુરલી મનોહર જોશીજીનો કાર્યકાળ કાનપુર માટે બેકાર રહ્યો. ટ્રાફિકથી માંડીને શિક્ષણ-ઉદ્યોગ સુધી બેહાલી. કાનપુર ઉત્તરપ્રદેશમાં ચોથા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલે જે બેઠકો પર થવાની છે તે પૈકી એક છે. અહીં એક-બે બેઠકને બાદ કરતાં અન્ય બેઠકો પર ત્રિકોણીય મુકાબલો છે.

મિશ્રિખ, શાહજહાંપુર અને હરદોઇમાં ભાજપે તેના વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે. ઉમેદવાર ન હોવા છતાં તાજેતરમાં ભાજપમાં આવેલા નરેશ અગ્રવાલની હરદોઇ અને મિશ્રિખમાં પ્રતિષ્ઠા દાવ પર છે. તેમણે તેમની નજીકના લોકોને ટિકિટ અપાવી છે. કાનપુરની ડીએવી કોલેજ કે જ્યાં અટલજી ભણતા હતા ત્યાં રાજકારણના પ્રોફેસર પુષ્કર પાંડે કહે છે કે સંસદની ચૂંટણી વડાપ્રધાન ચૂંટવા માટે છે, જેથી સ્થાનિક મુદ્દા દબાયેલા છે અને રાષ્ટ્રીય મુદ્દા પર જ ચૂંટણી થઇ રહી છે.

કાનપુરમાં સપા ઉમેદવાર રામકુમાર પાછળ રહેતા જણાઇ રહ્યા છે. ભાજપે અહીં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની ટિકિટ કાપીને રાજ્ય સરકારના મંત્રી સત્યદેવ પચૌરીને તક આપી છે. બીજી તરફ કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ ફરી મેદાનમાં છે. જયસ્વાલ કાનપુરથી સતત ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું- અમારો મુખ્ય મુદ્દો કાનપુરના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઠીક કરવાનો છે. અકબરપુરમાં ભાજપમાંથી દેવેન્દ્રસિંહ ભોલે મેદાનમાં છે.

ક્ષેત્રમાં અંદાજે સવા પાંચ લાખ સવર્ણ મતો ભોલેની જ તાકાત છે. તેમનો મુકાબલો કોંગ્રેસના સચિવ રાજારામ પાલ સાથે છે. 2009માં રાજારામ અહીંથી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. પછાત જ્ઞાતિઓ પર તેમની સારી પકડ છે. મુકાબલો ત્રિપાંખિયો બનાવી રહ્યા છે બસપાનાં નિશા સચાન. સપા-બસપા ગઠબંધનની મજબૂત વોટબેન્ક અને મહિલા હોવાનો તેમને ફાયદો થઇ શકે છે. ઉન્નાવમાં સપાએ અરુણ શંકર શુક્લ ઉર્ફે અન્નાને ટિકિટ આપી છે. સપા અહીં પાછળ રહેતી દેખાય છે.

અન્ના ગત ચૂંટણીમાં 3.1 લાખ મતથી હાર્યા હતા. અહીં મુખ્ય મુકાબલો ભાજપના સાક્ષી મહારાજ અને કોંગ્રેસનાં અન્નુ ટંડન વચ્ચે છે. લોધી બહુલ ફર્રુખાબાદમાં ભાજપના મુકેશ રાજપૂતને લોધી હોવાનો ફાયદો થશે. આ બેઠક પર 2.10 લાખ ઠાકુર મત નિર્ણાયક છે. અહીં કોંગ્રેસમાંથી સલમાન ખુર્શીદ મેદાનમાં છે. ગઠબંધનના મનોજ અગ્રવાલ મુકાબલો ત્રિપાંખિયો બનાવી રહ્યા છે. તેઓ વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે. તેમના પત્ની નગર પાલિકા અધ્યક્ષ પણ છે.

પ્રસપા મેદાનમાં હોવાના કારણે અગ્રવાલને યાદવ મતો કપાવાનો ખતરો છે. હરદોઇમાં પાંચ વખત સાંસદ રહેલા જયપ્રકાશ રાવત ફરી ભાજપના દાવેદાર છે. તેમને નરેશ અગ્રવાલની ભલામણથી ટિકિટ મળી છે. જયપ્રકાશ સતત પક્ષ બદલતા રહ્યા છે, જેથી તેમની વિરુદ્ધ નારાજગી દેખાય છે. તેમનો મુકાબલો રાજ્ય સરકારના મંત્રી રહી ચૂકેલાં ઉષા વર્મા સાથે છે. તેમને મોટો પડકાર કોંગ્રેસના વીરેન્દ્ર વર્માથી છે. વર્માની ઇમેજ સારી છે પણ નબળો જનસંપર્ક વિરુદ્ધમાં જઇ શકે છે. મિશ્રિખમાં ભાજપે સાંસદ અંજુ બાલાની ટિકિટ કાપીને સપામાંથી ગત ચૂંટણી લડેલા અશોક રાવતને ટિકિટ આપી છે.

કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અહીંથી ચાર વખત સાંસદ રહેલા રામલાલ રાહીના પુત્રવધૂ મંજરીને ટિકિટ આપી છે. મંજરી પરિવારના વારસાનો ફાયદો લઇ રહ્યા છે પણ કોંગ્રેસનું સંગઠન ન હોવાથી તકલીફ છે. ગઠબંધનમાંથી નીલુ સત્યાર્થી મેદાનમાં છે. સત્યાર્થીને સપા-બસપાની વોટ બેન્કનો સહારો છે પણ ક્ષેત્રમાં સત્યાર્થીની ઓળખ ન હોવી સૌથી મોટો અવરોધ છે. શાહજહાંપુરમાં ભાજપે કેન્દ્રીય મંત્રી રહેલા કૃષ્ણારાજની ટિકિટ કાપીને અરુણ સાગરને તક આપી છે.

શાહજહાંપુરમાં સંઘની સંગઠન સ્તરે મજબૂતાઇ સાગરની તરફેણમાં છે. બસપાના ઉમેદવાર અમરચંદ્ર જૌહરને સાડા ચાર લાખથી વધુ મુસ્લિમ મતોનો સહારો છે જ્યારે કોંગ્રેસના બ્રહ્મ સ્વરૂપ સાગર ન્યાય યોજનાનું વચન દોહરાવે છે. ખીરીમાં ભાજપે સાંસદ અજય મિશ્રા ટેનીને ફરી તક આપી છે. અહીં કોંગ્રેસે જફર અલી નક્વીને ટિકિટ આપી છે.

X
UP: BJP ahead of 4 seats in tri-match
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી