તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની આત્મહત્યાઓનું અસલી વળતર તો હવે મરાઠાવાડ વસૂલશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈલેકશન ડેસ્ક: વિદર્ભને અડીને આવેલું છે મરાઠાવાડ. ખેડૂતોનાં ઘરોમાં જેટલી ચીસો અહીં ગૂંજી હશે તેટલી કદાચ દેશના કોઈ ભાગમાં નહીં ગૂંજી હોય. મરાઠાવાડના રાજકીય વિજ્ઞાનને સમજતા પહેલાં અહીંનું ગણિત સમજી લઈએ. આખા મહારાષ્ટ્રમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં અંદાજે 14 હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમાંથી 90 ટકા ખેડૂત મરાઠાવાડના આ આઠ જિલ્લામાંથી જ હતા. સરકાર અહીં મોત પછી વળતર તો આપે છે પરંતુ તે તો અંતિમ સંસ્કારમાં જ ખર્ચાઈ જાય છે. પરિવારને તો વારસામાં દેવું જ મળે છે. 
  • ઔરંગાબાદના પૈઠણ વિસ્તારમાં ખેડૂતો સાથે સંકળાયેલા સંગઠન શેતકારીના નેતા જયાજી સૂર્યવંશીએ કહ્યું કે સરકારે અમારી સાથે છેતરપિંડી કરી. બે વર્ષ પહેલાં અમે મુંબઈમાં દૂધ અને શાકભાજી અટકાવ્યા ત્યારે વાત કરવા તૈયાર થઈ. મુખ્યમંત્રીએ ત્યારે 17-18 વચન આપ્યાં હતાં તેમાંથી  એક પણ પૂરું કર્યું નહીં. જાયકવાડી ડેમ બનાવતી વખતે જે ખેડૂતોની જમીનો લેવાઈ તેમને પણ પાણી મળતું નથી. જ્યારે આ પાણી દારૂ ઈન્ડસ્ટ્રીને મળી રહ્યું છે. તેથી સંગઠને મળીને નક્કી કર્યું છે કે ભાજપ-શિવસેના ગઠબંધનને મત નહીં આપીએ.
  • ઔરંગાબાદનો ક્રાંતિ ચોક  કે જ્યાં ગયા વર્ષે મરાઠા અનામત આંદોલન ભડક્યું હતું. 
  • આંદોલન શરૂ કરનારા રવીન્દ્ર કાલે હોસ્પિટલમાં દાખલ છે. કહ્યું - સરકારે અમને ડરાવી-ધમકાવી, લાલચ આપીને પરસ્પર જ વિભાજિત કરી દીધા. આંદોલન અટકી જરૂર ગયું છે, પરંતુ ખતમ નથી થયું. ઔરંગાબાદમાં શિવસેનાએ ચંદ્રકાંત ખેરેને પાંચમી વખત સાંસદ બનવાની તક આપી છે. બીજી બાજુ કોંગ્રેસે સુભાષ ઝામડને ઉતાર્યા છે. આ વિરોધમાં કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ અને ધારાસભ્ય અબ્દુલ સત્તાર અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે. એઆઈએમઆઈએમના ધારાસભ્ય ઈમ્તિયાઝ જલીલ પણ મેદાનમાં છે. જે મુસ્લિમ મતોને કાપી રહ્યા છે.
  • બીડમાં લોકોની હિજરત મોટી સમસ્યા છે. સામાજિક કાર્યકર ઓમ વણઝારા કહે છે કે લોકો પશ્ચિમ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મજૂરી માટે જઈ રહ્યા છે. શુગર મિલો એક-એક કરી બંધ થઈ રહી છે. બીડથી ભાજપે પ્રીતમ મુંડે (દિવંગત ગોપીનાથ મુંડેની પુત્રી)ને ફરીથી ટિકિટ આપી છે. તેમનો મુકાબલો એનસીપીના બજરંગ સોનેને સામે છે. ભાજપને અહીં અહેમદનગર-બીડ-પરલી રેલ યોજનાના કામનો ફાયદો મળશે. આ યોજના 50 વર્ષ જૂની છે અને 30 વર્ષથી બંધ હતી. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે હવે તે શરૂ કરવા માટે 2800 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
  • જાલનામાં ભાજપના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ પાટિલ દાવને 5મી વખત મેદાનમાં છે. કોંગ્રેસે ગઈ વખતે હારી ચૂકેલા અવતાડેને જ ટિકિટ આપી છે. બીજો ચહેરો કોંગ્રેસ પાસે છે પણ નહીં. અહીં દાનવેનો એકતરફી વિજયનો દાવો કરાઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસ-એનસીપી જૂથબંધીમાં ફસાયેલા છે.
  • ઉસ્માનાબાદની વાત કરીએ તો અહીં સાંસદ રવીન્દ્ર ગાયકવાડની જેટલી ચર્ચા તેમના કામથી નથી થઈ, તેનાથી વધુ ચર્ચા તેમના એર ઈન્ડિયાવાળા ઘટનાક્રમથી થઈ છે. રવીન્દ્ર શિવસેનાના એ જ ધારાસભ્ય છે જે એર ઈન્ડિયાના સ્ટાફ સાથે મારપીટના કારણે સમાચારોમાં ચમક્યા હતા. શિવસેનાએ આ વખતે તેમની ટિકિટ કાપી દીધી છે. 
  • લાતૂર ભીષણ જળસંકટ સામે ઝઝૂમી રહ્યું છે. 
  • પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખનું આ ક્ષેત્ર હવે વિકાસના પાટેથી ઉતરી ગયું છે. ભાજપે અહીં વર્તમાન સાંસદ સુનીલ ગાયકવાડની ટિકિટ કાપી સુધાકર શ્રૃંગારેને આપી દીધી છે. કોંગ્રેસે મછલિંદ કામતને ઉમેદવાર બનાવ્યા છે. અહીં લિંગાયત સમાજ નિર્ણાયક છે અને તે ભાજપ સાથે દેખાય છે. રેલવે કોચ ફેક્ટરી નાખવાનો ફાયદો પણ ભાજપને મળી રહ્યો છે. મહારાષ્ટ્રના વધુ એક મોટા નેતા તથા પૂર્વ સીએમ અશોક ચૌહાણ નાંદેડથી ચૂંટણી લડશે. જોકે તે ચાલુ વર્ષે યોજાનાર વિધાનસભામાં લડવા માગતા હતા અને લોકસભામાં પોતાની પત્નીને ઉતારવા માગતા હતા પણ ટોચના નેતૃત્વએ તેમને મનાવી લીધા. ભાજપે અહીં પ્રતાપ પાટિલ ચિખલીકરને ઉતાર્યા છે જે શિવસેનાના ધારાસભ્ય છે. પાટિસ પહેલાં કોંગ્રેસમાં હતા, 2014માં શિવસેનામાં જોડાયા, બે વર્ષથી ભાજપ સાથે રહ્યા એટલે પાર્ટી જોઈન કરતાં પહેલાં તેમને ટિકિટ પણ મળી ગઈ. 
  • પરભણી તથા હિંગોળી  બંને પછાત વિસ્તાર છે. પરભણી શિવસેનાનો ગઢ છે. 20 વર્ષથી તેનો અહીં કબજો છે. હાલ શિવસેનાના સંજય જાધવ સાંસદ છે, પાર્ટીએ તેમને ફરી ઊતર્યા છે. એનસીપીએ રાજેશ વિટેકર નવા ચહેરા તરીકે રજૂ કર્યા છે. મરાઠા અને ઓબીસી બહુમતી ધરાવતી સીટ પર ઓબીસીનું નમતું વલણ ભાજપની તરફેણમાં દેખાય છે. હિંગોળીમાં કોંગ્રેસના રાજીવ સાતવ સાંસદ છે પણ તે ચૂંટણી નથી લડી રહ્યા. તે ગુજરાતના પ્રભારી પણ છે. શિવસેનાએ ગત વખતે હારેલા સુભાષ વાનખેડે ફરી તક ન આપતા હેમંત પાટિલને ઉમેદવાર બનાવ્યા તો કોંગ્રેસે વાનખેડેને શિવસેનામાંથી તોડી લાવ્યા અને ટિકિટ પણ આપી દીધી.
અન્ય સમાચારો પણ છે...